આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૨ જો
૧૧
સાર-શાકુંતલ


પગમાં તે લપટાઈ ગઈ છે વેલી જેને,
હરણો ભાગી જાય ભયે દેખીને તેને,
તપનો કરવા ભંગ વિઘ્નમૂર્તી શું આવી ? !
ધર્મવંનમાં તેહ દિઠી નહિ કોદી આવી. ૨૪

(સાંભળી સર્વ ગભરાયા જેવા દેખાય છે.)

રાજા—(સ્વગત) ધિક્ નગરલોકને કે મને શોધવા આવી આ તપોવનને ઉપદ્રવ કરે છે; હશે, જાઊં છું, અમણા.

સખીઓ— આર્ય ! આ આરણ્ય વૃત્તાંતે અમે બહુ વ્યાકુળ થયાં છિયે, પર્ણશાળામાં જવાની આજ્ઞા આપવી.

રાજા— (શ્વનિષ્ઠ) જાઓ તમે, અમે પણ આશ્રમને પીડા ન થાય તેમ કરવા જઈશું.

સખીઓ— યોગ્ય સત્કાર થયો નથી માટે ફરી દર્શનને માટે વિનંતિ કરતા સંકોચ પામીએ છિયે.

રાજા— ના, એમ મા બોલો, તમારે દર્શને જ હું સત્કાર પામી ચુક્યો છું.

શકું— અનસૂયા ! નવા દર્ભનો કાંટો મારા પગમાં વાગ્યો છે ને વલ્કલ કુબકની ડાળ મા ભેરવાયું છે એને કાડું ત્યાં લગી તું ઉભી રહેજે (એમ રાજાને જોતી મસે વાર લગાડી પછી સખી સાથે જાય છે.)

રાજા— હવે નગરે જવાને હું તેટલો ઉત્સુક નથી; મારો શોધ કરવા આવેલાઓને મળી તપોવનથી થોડેક દૂર તેઓને રાખીશ. ખરે શકુંતલાએ દેખાડેલી ચેષ્ટાટામાંથી હું પોતાને નિવર્ત કરવાને શક્તિમાન નથી–

જાયે તન આગળ પણ, પાછળ દોડેજ ચિત્તતો વ્યગ્ર
સામે વાએ ઊડે, ઉલટું વળીને ધ્વજપટનૂં અગ્ર. ૨૫

(જાય છે.)


અંક બીજો.
( વિદૂષક આવે છે. )

વિદૂષક—(નિસાસો મુકી) મહાકષ્ટ! આ મૃગયાશીલ મિત્ર રાજાની સંગતથી હું કંટાળ્યો. અા હરણ, આ ભૂંડ, આ વાઘ એમ ભટક્યાંજ કરવાનું તો, વળી બપોરે ને ઊનાળાથી ઓછાં પાંદડાને લીધે થોડી છાયાના મારગોમાં, એક રાનમાંથી બીજા રાનમાં !