આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૨ જો
૧૫
સાર-શાકુંતલ


દેવગનાથિ નિપજી તજેલિને કરિલિધી મુનીએરે,
આ ઉપર પડ્યું આવી ફૂલ નવી માલિકાનું એપેરે. ૩૦

વિદૂ૦— (હસીને) ખજૂર ખાઈ ખાઈ જે ઓચાઈ ગયો હોય તેને આમલીનું બેડકું ખાવા ઉપર રૂચિ થાયછે, તેમ અંતઃપુરની રત્ન જેવી સ્ત્રિયોનો ભોગ કરી રહ્યા ત્યારે હવે એની ઇચ્છા કરો છો.

રાજા— સખા ! તું એને જોઈશ નહિ ત્યાં લગી એમજ બોલીશ.

વિદૂ૦— ત્યારે તો જે તને પણ વિસ્મય ઉપન્ન કરે છે તે ખરેખરી રમણીય હશેજ.

રાજા— વયસ્ય ! વિશેષ કહે શું ?

મોહ્યો મોહ્યો હું તો રૂપસુંદરીને,
એ તો ઉત્તમ ગુણોએ છે ભરી –માહ્યો૦
વિધિએ વિભૂતિ દાખીછે પૂરી,
રૂડું રત્ન અપૂર્વ એ છે વરી. –મોહ્યો o
પેલી આ લેખી પછી જીવ મૂક્યો,
કાંતો ઉંચાં રૂપો કલ્પી કરી.–મોહ્યો૦ ૩૧

વળી,

નિમશે કો ભોગી વિધિ, ફળ પુણ્ય ઘણાંનૂં તે–
સખા ન જાણું, ફળ પુણ્ય ઘણાંનૂં તે.–ટેક.
નિર્મળ રૂપ તે ફૂલ અણસંઘ્યૂં,
કુંળું અંકુર તે નવ નખે તૂટ્યૂં. –સખા ૦
મધ તે નવું જે નવ કોએ ચાખ્યું,
રત્ન વળી જે હજી ન વિંધાયૂં. –સખા૦ ૩૨

વિદૂ૦— ત્યારે તો ત્વરાએ તેનું રક્ષણ કરો, નહિંતર હિંગોળને તેલે ચિકણું કરેલું માથું એવા કોઈ તપસ્વીને હાથ તે જઈ પડશે, પણ વારૂ તારા મનમાં છે તેવું તેના મનમાં છે ખરૂં !

રાજા— સખા !

પાતળીએ કીધું ચરિત્ર,
પાતળીએ કીધું ચરિત્ર.
પાતળીએ કીધું ચરિત્ર રે –પાતળીએતો.
ચાલી જઈ થોડીક આધી,
અકસ્માત ઊભી ભાખી
કૃષઅણી પગમાં વાગી રે–પાતળીએતો.