આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૩ જો
૧૭
સાર-શાકુંતલ


રાજા— પધારો ત્યારે, હું પણ તમારી પાછળ આવ્યો જાણો.

તપ૦— વિજય થાઓ. (જાય છે.)

રાજા— માધવ્ય ! તપસ્વીઓની આજ્ઞા છે માટે મારે એકલા જવું જોઈએ; તું સૈનિકોને લઈને રાજધાનીએ જજે ને શકુંતલા વિષે જાણજે કે તેના પર મારો ખરો પ્રેમ નથી, એ તો મેં તારૂં હાસ્ય કીધું.

ક્યાં અમ ક્યાં જન ઉછર્યું મૃગબાળકસહ અજાણ રતિવાતે;
હસવામાં ભણ્યું મેં તો સાચું ન માનિશ સખા તું મનમાં તે. ૩૬

વિદૂ૦— હા હા એમજ તો. ( હસતો બબડતો જાય છે. )



અંક ત્રીજો
( આશ્રમનાં ઝાડ તળે રાજા બેઠો છે. )

રાજા— (મોટો નિશ્વાસ મૂકે છે) હા ! (થોડીક વારે) હવે ફરવું એ કેમ !

જાણું બળ ત૫નૂં હૂં વળિ મુનિ કન્યા પરવશ એ સાચૂં.
હેઠાણેથી જળ જ્યમ, એનામાંથી વળે ન ચિત પાછું. ૩૭

ભગવાન્ કામદેવ ! તું ને ચંદ્ર બંનેથી કામિજન વિશ્વાસે ઠગાયછે.

બાણો તારાં ફુલડાંનાં,
ટાડાં કિરણો ચાંદાનાં;
બે અજુક્ત દુખ દે છાનાં રે, માહરા જેવાને.
છોડે શશિ અગ્નિ છરતો;
વળિ તું જે શરને ધરતો,
વજ્જરસાં તેને કરતો રે, માહરા જેવાને. ૩૮

(વિચાર કરતાં) હા, તારાં બાણ તીક્ષ્ણ આટલા માટે કે–

શિવકોપ અગ્નિ ભડભડતો,
તારામાં હજુએ બળતો;
સાગરમાં વડવાનળ તોરે, એમ હું જાણું.
નહિતર તું રતિરસઘેલો,
બળિ જઈને ખાખ રહેલો;
થાએ કેમ ઉષ્ણ તપેલો રે, માહરા જેવાને. ૩૯

અરે!