આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
અંક ૩ જો
સાર-શાકુંતલ


શકું૦ — ત્યારથી તેનામાં ગયેલા અભિલાષે હું આવી અવસ્થાને પામીછું.

રાજા—(સ્વગત-હરખે) સાંભળવાનું હતું તે સાંભળી લીધું

શકું૦— તો, જેમ તમારૂં અનુમત તેમ હું વર્તીશ, કોઈ પ્રકારે પણ તે રાજર્ષિની મારા પર દયા થાય; નહિં તો અવશ્ય તમે મને તિલોદક આપ્યું જાણજો.

રાજા —(સ્વગત) વાહવા, આ વચને તો મારો સંશય છેદી જ નાંખ્યોને.

પ્રિયં૦—(હળવે) અનુસૂયા ! એ અતિ વધીગયેલા કામવાળી બહુકાળ જવો ખમી શકશે નહિં. જેના ઉપર એનું મન લાગ્યુંછે તે પૌરવકુળનું આભૂષણ છે તો તેની સખીની ઇચ્છાને અનુમોદન આપવું એ યુક્ત છે.

અન૦ — (હળવે) તું કહેછે તેમજ.

પ્રિયં૦— (શકુંતલાને) સખી ! તારી ઇચ્છા યોગ્ય પુરૂષ ઉપર થઈ છે. મહાનદી સાગરને મૂકી બીજે ક્યાં ઉતરવાની હતી ? ને માધવીલતાનો અંગિકાર આંબા વિના બીજો કોણ કરે ?

રાજા—(સ્વગત) એમાં શું આશ્વર્ય ? નક્ષત્ર વિશાખા તે ચંદ્રકળાનેજ અનુસરતું ચાલે છે.

અન૦— પ્રિયંવદા ! કીઓ ત્યારે ઉપાય કે જેણે વિલંબ ન લાગતાં ને કોઈના જાણ્યામાં ન આવતાં આપણી સખીનો મનેારથ પાર પડે ?

પ્રિયં૦— કોઈ ન જાણે એને માટે વિચાર કરવાનો પણ વિલંબ ન લાગે તેવો તે સેલો છે.

અનુ૦— તે કેમ ?

પ્રિયં૦— તે રાજર્ષિયે પણ એના ભણી સ્નેહભરી દૃષ્ટિયે પોતાની ઇચ્છા જણાવી છે; તે પણ રાત દહાડો નિદ્રાવિના જાગ્રણે લેવાઈ ગયલો દેખાયછે.

રાજા—(સ્વગત) ખરે હું સૂકાઈ તો ગયો જ છું.

પ્રિયં૦ —(વિચારીને) એણે મદનલેખ કરવો, હું તેને ફૂલમાં સંતાડી દેવના (______) મષે રાજાને હાથોહાથ આપીશ.

અનુ૦—( )આપેલો એ ઉપાય મને ગમ્યો ; શકુંતલા કાંઈ બીજું

શકું૦- (_____)પર મારે શું વિચારવાનું છે?