આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
અંક ૭ મો
સાર-શાકુંતલ


માતલી— ઈશ્વરને પરોક્ષ શું છે ? અાવવું આયુષ્યમન્ !કશ્યપ તમને દર્શન અાપવે કૃપાળ છે.

રા જા— શકુંતલા ! પુત્રને અાંગળિયે વળગાડ, તને આગળ કરી હું ભગવાનનું દર્શન કરવા ઇચ્છુ છું.

શકું૦— આર્યપુત્ર સંગાતે ગુરુકને જતાં લજવાઉછું ખરે.

રાજા— ઉદયકાળે એમજ કરવું જોઈએ, ચાલ અાગળ.

(મુનિ કશ્યપ અદિતિ સહવર્ત્તમાન બેઠા છે.)

કશ્યપ— હે અદિતિ આને જોયો ?

અગ્રે સર્‌યો રણશિરે તુજ પુત્રકેરે,
દુષ્યંત નામ જગ જાણતું ભૂપ તે એ;
જેનાં ધનુષ્યાર્થે મળેલ નિવર્તિ જેને,
તે વજ્ર અાભરણરૂપજ ઇંદ્રને છે. ૧૩૬

અદિતિ— આકૃતિ ઉપરથીજ એનું ઐશ્વર્ય જણાઈ આવે છે.

માતલી— (દુષ્યંતને) પુત્રપ્રીતિને સૂચવતી ચક્ષુએ દેવતાનાં માતાપિતા આયુષમન્ ! તમારી ભણી જુએ છે, ચાલો તેઓ પાસે.

રાજા— હા માતલી ચાલો (પાસે જઈ કશ્યપ અદિતિને) ઇંદ્રનો આજ્ઞાંકિત દુષ્યંત ઉભયને પ્રણામ કરે છે.

કશ્યપ— વત્સ ! ચિરંજીવ ! પૃથ્વીને પાળ.

અદિતિ— અજિત વીર થા.

શકું૦— પુત્ર સહિત હું પાદવંદન કરૂં છું.

કશ્યપ— વત્સે !

ઇંદ્ર સમાન ભર્તા ને જયંત જેહવો સુત,
આશીષ્ બીજી ન તું જોગી, ઈંદ્રાણી સરખી ભવ. ૧૩૭

અદિતિ— બેટા ! ભર્તાની બહુ માનીતી થા ને વત્સ ! દીર્ધાયુ થઈ ઉભયકુળને આનંદ આપ. બેસો.

કશ્યપ

દૈવે શકુંતલા સાધ્વી, આ સદ્બાળ તમે વળી,
શ્રદ્ધા વિત્ત વિધિ: એ તે, ત્રણે સાથે મળ્યાં અહીં. ૧૩૮

રાજા— ભગવન્ ! પ્રથમ ઇચ્છાની સિદ્ધિ ને પછી દર્શન એજ અમારો અપૂર્વ અનુગ્રહ છે.

માતલી— આયુષ્યમન્ ! મહાત્મા એમજ પ્રસાદ આપે છે.

રાજા— ભગવન્ ! આ આજ્ઞા પાળનારી સાથે મેં વિધિયે ગાંધર્વ વિવાહ કીધો ; પછી કેટલેક કાળે એનાં બંધુજનોએ આણી;