આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬

રેશમનો ઝીણી કસબી કોરનો રાતી કસુંબલ ભાતવાળો ઘાઘરો પહેર્યો હતો. તેના ઉપર ઓરણાથી કોઈ કોઈ ઠેકાણે ઢંકાયલો નેફો ભાંગ્યા તુટ્યા મેઘચાપ જેવો શોભતો હતો. સમુદ્ર જેવા કરચલીવાળા ઘાધરાની કીનારાપર જતા ફીણવાળા મોજા જેવી ચળકતી - કોરતળેનાં ઘુટણ નીચે કમાન બની ઢળકતાં ઝંઝીરાં માછલીયો પેઠે ચળકતાં હતાં; અને પગની નાજુક આંગળીયોપર પહેરેલી વીંટીયો, માછલીયો, વગેરે ઝીણા અલંકાર અને નૃત્ય સમયે ઉછળતાં સુંદર નાના નખ: એ સર્વેથી સમુદ્રના જોરથી કીનારે ઉછળી પડતાં શંખલાં અને છીપોનું ભાન થતું હતું. એ સર્વ અલંકાર અને વસ્ત્રોની વચ્ચે દીસી આવતાં ગોરાં ઘુટણ, પગની નસો અને નખ, અને નાચતી વખત ઉંચી નીચી થતી એડીયો અને પ્હાનીયો: તેપર ઘણાકની નજર પડતી હતી અને માત્ર તેમના વિરામ સમયે જ ભભકધમકવાળા વસ્ત્રાલંકાર પર લોકની દૃષ્ટિ જતી. બેઠેલા સભાજનની દૃષ્ટિ આટલે જ અટકતી ન હતી. જગતને શિરે કાળાં વાદળાં પર પડી : ક્ષિતિજરૂપી કેડે પ્રસરતી ચંદ્રિકા (ચંદની)ની પેઠે કાળા વાળ પર હોડેલી હોડણી શરીર ઓછું વત્તું ઢાંકી કેડપર પથરાઈ હતી. કોટે અને હાથે સોના અને હીરામોતીના અલંકારથી, તારાભરેલા આકાશની પેઠે, નાયકા હળવે હળવે ચમકારા કરવા લાગી. તેના ગૌરવદનથી સર્વનાં બુદ્ધિલોચનને ઝાંઝવાં વળ્યાં. તેની આંજેલી આંખો પલકારા મારી રહી; ચંચળ બની, ચારેપાસ ફરતી, સર્વની આંખો સાથે સંગમ કરવા લાગી. તેના હાથ, તેના આંગળાં, તેનો પગ, તેનો ઘાઘરો, તેની ઓરણી અને ઓરણીને પાલવઃ સર્વનું સાથે લાગું નૃત્ય થવા લાગ્યું.. સ્થિર આકાશમાં વીજળી આમથી તેમ ખસતી ચમકારા કરે, શંકા સરોવરમાં ન્હાની માછલી આમતેમ દોડે, તેમ સ્તબ્ધ રાજશાલામાં નાજુક નાયકા ત્વરાથી પગની આંગળીયોપર ચાલતી આગળ પાછળ ખસતી નૃત્ય કરવા લાગી. સર્વ બેઠેલામાં એ જ એક ચાલતી હતી. સર્વનાં મન વીંધી નાંખી – તેમાં એ જ અનિવારિત ગતિથી પેંસતી હતી – પરોવાતી હતી. વગર બો૯યે હાથના જ ચાળાથી સમજાય, હાવભાવમાં ઢંકાયલા હોવાથી વધારે કૌતુક ખેંચે, નાચનારીના અંતઃકરણમાં રજ પણ ન હોવા છતાં તેમાં પ્રબળપણે દેખાય, તેના બિમ્બાધરપર અશબ્દ હોવા છતાં લસી રહે, પારદર્શક આંખમાં અને કીકીમાં છુપાયા ન રહે, અને લલાટમેઘને ઢંકાયેલા સૂર્ય પેઠે તપાવી સળગાવે, એવા મદનવિકાર – મનોવિકાર - ચિત્રતુલ્ય સભામાં એકલી કલાવતી વગર બો૯યે વગરગાયે બતાવી ૨હી. તેના પગ નૂપુર સાથે થનથન થઈ રહ્યા. તેના આસપાસ વેરાતા ચળકતા ઘાઘરાની અડફટમાં સર્વનાં મન આવી જવા – ભરાઈ જવા - લાગ્યા. કોઈ