આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

ન દેતી. એક ગુમાન ભાભી આગળ ઉતર્યું અને બીજું નવીનચંદ્રે ઉતાર્યું. તેના ઉપકારથી તે અત્યન્ત વશ થઈ. તેના ખાટલા આગળ જ બેસી ર્‌હેવું અને ઓસડવેસડની – ખાવાની – કરીની – સઉની ચિંતા પોતે જ રાખવી. કોઈ આવ્યું હોય ત્હોયે એ ત્યાંની ત્યાં. એની સહીયરો – અને કોઈ કોઈ વખત તો મા પણ – શીખામણ આપે કે “ બ્હેન, ગમે એટલું પણ એ પરપુરુષ; હા, એની ચાકરી કરવી, એની અાસના વાસના કરવી એ સઉ ઠીક છે, પણ આમ આખો દિવસ એકાંતમાં અને લોકના દેખતાં એની પાસે ખાટલા સરસાં બેસી ર્‌હેવું એ સારું નહીં. લોકમાં વાત થાય. ગમે તો એક ચાકરને બેસાડી મુક ને, તું જતી આવતી દેખરેખ રાખ.” અાના ઉત્તરમાં એ કિશોરી શીખામણ આપનારને ખાવા ધાતી અને ભમર ચ્હડાવી ઓઠવડે પૂકાર કરી – મ્હોં મરડી ક્‌હેતી કે વારું વારું, જોયા એ લોક. લોકને તે કોણ ગણે? હસો જેને હસવું હોય તે.” “ વારું, બ્હેન, મરજી પડે તે કરો ” એમ કરી ક્‌હેનાર ચુપ થતું અને અલકકિશોરી માથું મરડી, “અંહ, શું લોકો છે – એમના બાપનું જાણે જતું જ ર્‌હેતું હોયની ! જાણે કે તમે જ ડાહ્યા અને તમે જ સારા હશો.” એમ કહી ચાલી જતી અને નવીનચંદ્રની પાસે આવી બેશી બાધેભારે લોકના ડ્‌હાપણડાહ્યલાવેડાની મશ્કેરીયો કરતી. પોતાને કોઈ મળવા આવે તો તેને પણ નવીનચંદ્રવાળી મેડીમાં બોલાવે અને બેસાડે. કુમુદસુંદરી ત્યાં આવતાં શરમાતી ત્યારે જોડે એની મેડી હતી તેમાં જઈ બાથમાં લઈ એને ઘસડી આણતી અને સાથે બેસાડી ક્‌હેતી, “ ભાભી, ઘરના માણસ જેવું જે માણસ થયું તેની પાસે આવતાં શરમ શી ? જુવો, એ ભણેલા છે એને તમે ભણેલાં છો. તો બેસો અને કાંઈક સારું સારું વાંચો. હું સાંભળીશ. એયે સાંભળશે. તમનેયે કાંઈ બધે ઠેકાણે સમજણ નહીં પડતી હોય તે એ સમજાવશે. હું બેઠી છું એટલે તમારે અંહી બેસતાં હરકત નહી.” ભાભીનો હાથ તાણી નીચે બેસાડે. કુમુદસુંદરી બીચારી હજારો ગુપ્ત વિકાર અનુભવતી બેસતી, બળાત્કારે કોઈક દિવસ, કાંઈ વાંચતી અને સાંભળતી, પણ એક્કે દિવસ એવું ન થવા દીધું કે નવીનચંદ્રની સાથે પોતે. જરીકે બોલી છે, હસી છે, કે એક પણ પ્રશ્નોત્તર થયો છે. નવીનચંદ્રના સામી એટલા દિવસોમાં એક વખત પણ – એક પળ પણ – નજરસરખી ન કરી. નવીનચંદ્ર અને કુમુદસુંદરી – બેમાંથી કોઈને કંઈ પણ બોલવું હોય, પુછવું હોય, કે માગવું હોય તો તે અલકકિશોરીની જ પાસે.

નવીનચંદ્ર સુતો સુતો સર્વ સમજતો; અલકકિશેરીના ઉપકારના નિર્દોષ ઉભરા લોકાચાર વિરુદ્ધ હતા તે એ જાણતો; અણસમજી ખેંચતાણ