આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

વનલીલા જમી પરવારી આવી અને આવતાં આવતાં ડોકીયું કર્યું તો અલકકિશોરીને ખભે નવીનચંદ્રનો હાથ જોઈ ચમકી, ખમચી, વિસ્મય ! પામી ઓઠે આંગળી મુકી વિચાર કર્યો, અને લોકવાયકા ન માનનારી કુમુદસુંદરીને ખબર કરવા દોડી.તેની સાથે છાનીમાની વાત કરવા મંડી ગઈ

"ભાભીસાહેબ, ન્હોતાં માનતાં તો આજ ચાલો. આંખે ખરું કરો.”

"વનલીલા ! તું હજી એવી ને એવી ૨હી. ભોગ એ બેના. આપણે તે પારકી ચેષ્ટા જોવાનું શું કારણ ? આપણે આપણું કામ નથી ?”

"વારું, તમે તે આવાં ક્યાંથી ? એવું એવું જોઈએયે નહી ? ચાલો, ચાલો, જુવો તો ખરાં. એતો એવાં લટ્ટુ બન્યાં છે કે આપણે અર્ધો કલાક જોઈશું ત્હોયે નહી દેખે. ચાલો.” કહી. વનલીલા કુમુદસુંદરીનો સુંદર હાથ બારણા ભણી ખેંચવા લાગી.

તેને બીચારીને ખબર ન હતી કે આ સમાચારથી કુમુદસુંદરીના અંત:કરણમાં કેવી તીવ્ર વેદના થવા લાગી હતી અને તેણે મનમાં કેટલું મુંઝાવા માંડ્યું હતું.

“શું આ ખરું કહે છે ? વિદ્વાન સરસ્વતીચંદ્ર ! આ શું ? આ શું ક્‌હે છે ? શું મ્હારો ત્યાગ કર્યો તે આ અર્થે ? અથવા નવીનચંદ્ર ! શું તું સરસ્વતીચંદ્ર ન હોય ? તું નહી જ હોય. મ્હારો–અરેરે–એક વેળા જે મ્હારો હતો તે શુદ્ધ સરસ્વતીચંદ્ર આવો ન હોય !”

આંખોપર હાથ ફેરવતી કુમુદસુંદરીચે વનલીલાને હાથ વછોડ્યો.

“વનલીલા, જા તું ત્હારે જોવું હોય તો. હું તો નહી આવું.”

“ત્યારે તમે અહીયાં બેઠાં બેઠાં શું કરશો ?"

“ હું બેસીશ મ્હારી મેળે – ગાઈશ – સારંગી લેઈને.”

“તે તમને આ જોવાનું મુકી ગાવું કેમ ગમશે ? તમારા જેવું તો કોઈ દીઠું નહિ."

“વારું, બ્હેન, વારું. તું જા–જો ત્હારી મેળે.”

વનલીલા આ ઉદાસીન અને નિષ્કુતૂહળ દેખાતી વૃત્તિ જેઈ વિસ્મય પામતી એકલી ચાલી, નવીનચંદ્રની મેડીના બારણા આગળ વાંકી વળી. ઉભી, અને મીજાગરા આગળથી રસભરી છાનીમાની જેવા લાગી.

વનલીલાને ક્‌હાડી કુમુદસુંદરી પાછી ફરી. આંખમાં આંસુ તો માય નહી એમ ભરાઈ આવ્યાં – જાણે કે પોતાના જ પતિને પરકીયા સાથે દીઠો હોય - જાણે કે પોતે જ ખંડિત થઈ હોય. પલંગ પર પડતું મુક્યું - અને ઉંધે