આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭


“દયાશંકરકાકા, આ વખતે માતુઃશ્રી જોઈએ, હોં. હાય હાય, એમના જેવું તે કોઈ થનારું નથી. મને તો એમનું હેત સાંભરી આવે છેકની ત્યારે એકલી બેઠી બેઠી હૈયાફાટ રોઉં છું - દુઃખ જ દીઠું - સુખના દિવસ જોવા વારો તો એમને આવ્યો જ નહી. એમણે તો અમને ઉછેરવાને જ દેહ ધારી હતી.” ભૂપસિંહના દરબારમાં ભવ્ય ખટપટ મચી રહી હતી અને તેના અમાત્યની ફેરવેલી કુંચીવાળાં વાજાં એકદમ અણધાર્યા ગાજી ઉઠતાં હતાં તે સમયે આ ઘરમાં આવો ચિત્તવેધક પણ શાંત રમણીય પ્રસંગ ચાલતો હતો.

અલકકિશોરી જમાલવાળા બનાવ પછી નિષ્કારણ અટકચાળાં કરવાં ભુલી ગઈ હતી. નવીનચંદ્રવાળા પ્રસંગ પછી ડાહી બની હતી. ભાભીની ચતુરાઈ અને સુશીલતાએ ઓગાળવા માંડેલું ગુમાન માતાપિતાના દુ:ખના દિવસની કથાને પ્રતાપે અાજ ચારે પાસથી ગળવા માંડ્યું. દીન અને શાંત થયલા સ્વભાવનો વેલો કુમુદસુંદરી જેવી માળણની ગોઠવણથી વિદુરપ્રસાદની અાસપાસ વધારે વધારે અનુકૂળ બની ફરી વળતો હતો.

"બ્હેન, હું તો તમારો ભાઈ થાઉ , હાં !” એ શબ્દ પુરેપુરા કાનપર પડવાથી વનલીલાએ નવીનચંદ્રની શુદ્ધતાની ખાતરી કરી આપી હતી. એટલે કુમુદસુંદરીના હૃદયમાંથી એક મહાકંટક નીકળી ગયો હતો. બેભાનપણામાં બકી જવાયેલાં પદ જાગૃત અવસ્થામાં વનલીલાની શુદ્ધ સ્મરણશક્તિને બળે કુમુદસુંદરીએ સાંભળ્યાં અને નવીનચંદ્રના અંતઃકરણમાં એથી કેટલું દુ:ખ થયું હશે તેનો વિચાર કરી એ પોતાને નિર્દય માનવા લાગી. પરપુરુષ થયલાની બાબતમાં આટલો મોહ થાય એ તો પતિવ્રતાધર્મથી કેવળ વિરુદ્ધ અને પોતાના મનમાં આટલી નિર્બળતા હોવા છતાં નણંદને ઠપકો દેવો એ કેવળ મૂર્ખતા – એમ વિચારી નવીનચંદ્રને જોઈ થતા વિકારો એકદમ ડાબી નાંખવા ઠરાવ કર્યો અને તરત જ તે ઠરાવ પ્રમાણે વર્તવા સમર્થ થઈ પદ્માગણિકાના કમખાથી પડેલી ખબર ઉપરથી મનમાં એમ લાગ્યું કે 'મનોમન સાક્ષી છે.' એ નિયમ પ્રમાણે જ બનાવો બને છે અને સરસ્વતીચંદ્ર મ્હારા મનમાં પણ ન હત તો આવા સુશીલ પતિને પદ્માનો જોગ ન હત. આમ વિચારી મનના સ્વામીને મનમાંથી દેશનિકાલ કરવા તત્પર થઈ અા કઠિણ કાર્ય સાધવા સમર્થ થવા પ્રમાદધનના સારા ગુણોનું ચિન્તન કરવા લાગી અને તેના ઉપર અંત:કરણ ચ્હોટાડવા ભારત પ્રયાસ કરવા માંડ્યો. દયાશંકરની વાતોથી કારભારી કુટુંબ ઉપર તેની અનુકંપા વધી અને તે કુટુંબના એક બાળકને પોતે વરી છે એ વિચારથી શ્વશુર કુટુંબનું અને પતિનું