આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦

જેવા–દાંતની બેવડી તેજ મારતી શ્રેણિ વચ્ચે થઈને અદ્ધર ટપકતા આ મધુર સ્મિતાક્ષર સરસ્વતીચંદ્રના કાનમાં પેંઠા અને તેના હૃદય–સંપુટમાં સ્નેહ-સ્વાતિનાં મોતી પેઠે અદ્રશ્ય રીતે ભરાઈ ગયા. અા મંગળ સમયે તેના આખા મસ્તિકમાં આનંદ-તરંગની છોળો અથડાવા લાગી. ધૂર્ણાયમાન થતી તેની વિકસતી અાંખો અદ્ધર ઉડતા ચકોરની પેઠે લલનાના વદનચંદ્ર ઉપર જ ઠરી. માનસિક સ્નેહસંભોગના અનુભવથી નીશો ચ્‍હડ્યો હોય તેમ તે પાછો વેત્રાસન ( ખુરસી ) ઉપર ભારે શીસાની પેઠે પડ્યો. અને પડ્યાં પડ્યાં આઘે ઉભેલી કુમુદસુંદરીની સાથે તેણે કલાકેક સુધી નિર્દોષ પ્રમોદભાર વાતો કર્યા કરી. પરંતુ તે કલાક જણાયો પણ નહી. અાખરે બાળક કુસુમસુંદરીએ મેડી બ્‍હા૨થી – કાંઇક કામ સારું – કુમુદસુંદરીને બોલાવી લીધી એટલે વાર્તાનો અંત અાવ્યો અને જાગેલા જેવો સરસ્વતીચંદ્ર ઘડીક સુધી બનેલો દુર્ધટ બનાવ વસ્તુતઃ સાચો હતો કે સર્વ રમણીય સ્વપ્ન જ હતું તેનો નિર્ણય કરતો હોય તેમ એક વિરામાસન (વિરામખુરશી) ૫૨ અર્ધ ઉઘાડી અાંખો રાખી ઘડીવાર પડી રહ્યો.

અાંગળીવ્હેડે ગણાય એટલા દિવસ આવાં મનભર સ્વપ્નોમાં ક્‌હાડી સરસ્વતીચંદ્ર પાછો મુંબાઈ ગયો. વિદ્યાચતુર સાથે તેને વાર્તાવિનોદ થતો તેમાંથી પણ કુમુદસુંદરી મોહિત થઈ ગઈ અને મુંબાઈ પ્‍હોંચ્યાનો સરસ્વતીચંદ્રનો કાગળ આવ્યો તેના ઉત્તરમાં લાચાર બનેલી બાળકીએ લખ્યું કે “તમારા ગયા પછી “ એણે રે મને મોહની લગાડી– એણે તે મને મોહિની લગાડી:” એ પદ મ્હારી જીભ ઉપરથી ખસતું નથી અને તે ગાતી ગાતી તમારી મૂર્તિ મ્હારી દ્રષ્ટિ આગળ ખડી કરું છું.– મોહની શું તે હું હવે સમજી – મ્હારા પિતાજી લગ્નનો દિવસ આવતા માઘમાસમાં રાખનાર છે જાણી મ્હારો ઉત્સાહ માતો નથી !”

અાવા પત્ર વરકન્યા વચ્ચે અાવ્યા ગયા. કોઈ વિચારે કે કામ વિના આવા નકામા પત્રમાં તે શું ઘડીયે ઘડીયે લખવાનું હશે ? એક લખે કે હું ત્હારા વિના ઘેલો થયો છું અને બીજી લખે કે હું ત્હારા વિના ગાંડી થઈ છું ! “બાળકના રમકડાં ને વરવહુનાં ટાયલાં.” – એ ઉપમા ગંભીર વર્ગની દ્રષ્ટિયે પડતી લાગે છે. પરંતુ તેમને ખબર છે કે દ્રવ્ય, કીર્તિ આદિ જે જે પદાર્થો ગંભીર વર્ગને મહાન લાગે છે તેને એ જ વરવહુ પોતાના પુનરુક્તિથી – पिष्टस्य पेषणથી વધારે વધારે ગાઢ બનતા સ્નેહ અાગળ ક્ષુદ્ર ગણે છે; ત્યારે બેમાં ખરું કોણ ? ઉભય વર્ગની મનમાંની વસ્તુએ સરખી જ રીતે–ક૯પનાએ ઉત્પન્ન કરેલી, મન વાણી અને કર્મને પ્રેરનારી, સમયને બળે બળવાળી,