આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭


ન જોઈ શકનાર સાધનભૂત ભૂપસિંહ અધીરો બની નિષ્કર્મ જેવા દેખાતા અમાત્યની નીતિનો વેગ અને તેનાં નિર્માણ પામેલાં ફળ ચચ્ચાર વર્ષ સુધી ન દેખાતાં જેઈ ધુંધવાતો હતો અને તે જોઈ અમાત્ય પોતાનું એક સાધન દૃઢ થયું માનતો હતો.

સોનેરી ગલીચા ઉપર મહાદેવનું બાણું દેખાય એમ ભૂપસિંહ એક તકીયાનું અઠીંગણ દેઈ બેઠો હતો; જુની અવસ્થાના કરતાં આજે સ્વાભાવિક રીતે તેનાં વસ્ત્રમાં, શરીરમાં, મ્હોંમાં, અને સ્વભાવમાં ફેર પડી ગયો હતો. જડસિંહના કારભારીથી કંટાળેલા ગરાસીયાને ક્ષુદ્ર મુત્સદ્દીની ગરજ પડી હતી તેમ જ પોતાના કારભારીથી કંટાળેલા રાણાને અમાત્યની ગરજ હતી. પણ એ ગરજનો દેખાવ પ્હેલાં જુદા હતો અને આજ જુદો હતો. ભાઈબાપા, સમાનભાવ, દેખીતી એક પાસની ગરજ, અને સ્વાર્થ દેખાડી જોરથી કરવામાં આવતી મિત્રતા; તેને ઠેકાણે આજ અધીરાપણું, હુકમ, અને રાજા પ્રધાનનો અરસપરસ સ્નેહ અને ધર્મભાવ, એ સર્વે સ્પષ્ટ દેખાતાં હતાં અને વચ્ચે વચ્ચે જુના સંબંધના ફુવારા ફુટતા હતા.

“બુદ્ધિધન, તમે આજસુધી કાંઈ ન કર્યું. આ ત્રણ ટકાનો શઠરાય જેણે મને આટલું આટલું દુ:ખ દીધેલું તેને આામ મ્હારી પાસે આવી બેસતો જોઉં, મ્હારો કારભારી કહું, મ્હારું રાજય સોંપું - એવું એવું હું કેટલા દિવસ ખમી શકું ? મ્હારા ગરાસમાંથી ખાઈ જનારને ગરદન ન મારવા જોઈયે ? તમે જયાંસુધી એની બાબત કાંઈ કરશો નહી ત્યાંસુધી મને સંતોષ નથી:” એમ કહી બોલતાં બોલતાં ઉંચો થયલો રાણો પાછો તકીયા પર પડ્યો અને અમાત્ય સામી આંખો ક્‌હાડી જોઈ રહ્યો.

બુદ્ધિધન રાણા સામે ઉંધે પગે બેઠો હતો તે જરીક હસ્યો અને બોલ્યો : "રાણાજી જરા ક્ષમા રાખો. આપને ગાદી મળે તેમાં આપના શત્રુને એટલો લાભ ન મળે ? અપકારને બદલે ઉપકાર ઘટે." કહી પાઘડી હેઠું મુકી નિરાંતે બેઠો.

રાણો મ્હોટે સાદે હસી પડ્યો. “વાહ વાહ ! વાહ વાહ ! એ તો આજ જ જાણ્યું. પણ અપકારને બદલે ઉપકાર અને ઉપકારનો બદલો અપકા૨ એમ ઉલટ સુલટ કરવાનું તો તમને મુત્સદ્દીયોને જ સોંપ્યું, હોં ! અમે તો એક વટવાળા. જીવાડતાને જીવ આપીયે ને મારતાને તો મારીયે જ. તમે મિત્ર અને એ શત્રુ–બેને એક અસ્ત્રે ન–, ખાજું ને ભાજી ને ટકે શેર થાય તે તો અંધેરી નગરીમાં જ. નિશાળીયાએ એ તો જાણે !”

“બહુ સારું, ત્યારે હવે હુકમ ! કારભારીને કાલે બરતરફ કરવો હોય તો તે આપના જ હાથમાં છે. ”