આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

વિચાર – કેમ સુઝયો ? હવે શું થવાનું હશે ? એ શબ્દ ખરા પડે તો સંસાર કેવો સુનો થઇ જાય – મ્હારા ચતુર વિના તે કેમ જીવાય ? એવા દિવસ શી રીતે ગાળ્યા જાય?” આ અને આવા આવા અનેક પ્રશ્નો મનમાં પુછતી પુછતી, સાહસરાય જીવતો છતાં તેના વગરની દુઃખબાનો સ્વભાવ આવો હોય તેમાં શી નવાઇ ? – એ વાતનો પોતાની અત્યારની સ્થિતિથી અનુભવ કર્યો જેવું કરતી, “હું મરી ગઇ હત તો મ્હારા ચતુરની કેવી વ્હલે થાત?” એ કલ્પનાનો ચીતાર આંખ આગળ ખડો કરતી, પોતે મરી ગઇ હોય અને વિદ્યાચતુર એકલો જીવતો હોય તો આ ઘર એને કેવું શૂન્ય લાગે – એવા એવા અનેક વિચાર કરતી કરતી, ગુણસુંદરી આંસુથી છલકાતી ચ્હોટતી આંખો મીંચવા લાગી, અને પોતાની છાતીના દુધ સાથે છાતીમાંના શોકમય ચિંતામય વિચાર પણ બાળક કુમુદસુંદરીને ધવરાવતી હોય તેમ તેને છાતી સરસી રાખી કલાંઠી વાળી પોતે જ ખાટલાની એક ઇસ હોય તેમ ઇસ ભેગી લપાઇ જઇ નિદ્રાવશ થઇ ગઇ અને નિદ્રામાં ને નિદ્રામાં થોડી થોડી વારે લવતી હતી અને ઓઠમાં ને ઓઠમાં રોતી હતી.

રાત્રિ વેગભરી ચાલી જવા લાગી. વિદ્યાચતુરના ઘરમાં જુદી જુદી સ્થિતિમાં પડેલાં સઉ માણસોને નિદ્રારૂપી એક અવસ્થાએ ઝડપી લીધાં અને એક પછી બીજી એમ બધી ઘડિયો શાંત અને એકાંત અંધકારનાં પગલાં પેઠે ભરાવા લાગી. અંતે રાત્રિની ભરજુવાની પુરી થઇ હોય એમ પાછલી રાત જણાઇ, વૃદ્ધાવસ્થાપેઠે ઝાકળ આખા જગતને શીતળ કરી રહ્યું અને વ્હેલી ઉઠનારી ગુણસુંદરીની આંખ પાછી ઉઘડી ગઇ અને તે ઉઠી બેઠી થઇ. કોઇનો શબ્દ સરખો સંભળાતો ન હતો અને આંખ માત્ર એકલા બળતા દીવા સામું જોઈ રહી. રાત્રે કરેલી ચિંતા બીજે રૂપે સ્ફુરવા લાગી. આજ ન્હાવાનું હતું, હવેથી ઘરની લગામ પાછી પોતાના હાથમાં લેવાની હતી, અને થયેલા અનુભવનું ફળ શી રીતે લેવું તેનો વિચાર ગૃહિણી એકલી એકલી ઉત્સાહ ભરી કરવા લાગી. ટુંકામાં બધો વિચાર થઇ ગયો.

“શો વિચાર કરવાનો હતો જે? એ તો છેસ્તો – બધું માથે ઉપાડી લેવું ઉપરથી બધો સામન જાતે લેઇ આવવો કે સુંદરને જવું ન પડે ને જેઠનું મ્હોં જોવું ન પડે. ઘડી ઘડી ઉપરથી આણવો પડે તે સામન નીચે આણી મુકવો, કોઇની પાસે માગવું ન પડે એમ પ્હેલેથીજ સામન લેઇ રસોઇ હાથે કરી નાંખવી, ને પીરસનારી તો રાણી ક્‌હેવાય માટે તે કામ વખતે બીજા કોઇને આગળ