આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧

પલ્લું કરવાનો ધારો ઘરડાઓ કરી ગયા તે એટલા સારુ કે ધણી ન હોય ત્યારે પલ્લાવાળી પગ ન ઘસે : આ રાંડ દીકરી ! એનો ધણી જીવતાં બશેરિયો ભાઇને માથે પડી છે તે ધણી ન હોય તો” – એવું છેક અપશકુનિયાળ ન બોલવું ગણી ડોસો અટકયો. “એનું પલ્લું એને શા કામમાં લાગવાનું છે? એનું પલ્લું અખમ ર્‌હે ને ગુણસુંદરી કુમારીને પરણાવવા પલ્લું આપે ! જો જો ! બ્રહ્માને ઘેર અંધારું વળી ગયું છે તે ! ગુણસુંદરી ભુખે મરે તો સાહસરાય એને ઝેર ખાવા કોડી સરખી આપવાનો હતો? અને દુ:ખબાનું પલ્લું અત્યારે ગુમડે ઘસી ચોપડવા કામનું નહી ! એમ હું નહી થવા દેઉ !”

“આવો ધારો પડવા જ દેવો નહી ! હજી તો ચંચળને પણ છોકરાં છે ! એમનાં છોકરાંથી મ્હારું ઘર શું ઉઘડવાનું હતું ? હજી તો ગુણસુંદરી બાર વર્ષનાં બેઠાં છે ! જો બીચારીએ પાપ કર્યું તે!”

ડોસો પોતાને ઠેકાણે ગયો. રાત્રે સઉ સુઇ ગયાં ત્યારે સાહસરાયને બોલાવ્યો અને ગુણસુંદરી એને સારું પલ્લું આપવા ઉભી થઇ છે તે સમાચાર કહી ધમકાવ્યો. સાહસરાય શરમાયો, ગળગળો થઇ ગયો, અને બોલ્યો: “હું શું કરું ? મ્હારી પાસે ઝેર ખાવા જેટલું નથી ? મને બહુ લાગે છે. તમે જે રસ્તો બતાવો તે પ્રમાણે કરું.”

ડોસાએ દુઃખબાનું પલ્લું ગીરે મુકી પૈસા આણવા કહ્યું. સાહસરાય નિઃશ્વાસ મુકી ક્‌હે: “એટલું મ્હારા હાથમાં હોય ત્યારે જોઇયે શું ? મ્હારી આબરુ સાચવવા માગ્યું ત્યારે પણ ન આપ્યું. જો એ પલ્લું મને કામમાં આવ્યું હતુ તો મ્હારે આ વખત શું કરવા આવત ? બે આને તો શું પણ એક આની પતાવે એવા મહારા લ્હેણદારો છે ને પલ્લું મળે તે હું કોઇની મદદ શીવાય ધંધો ના ચલાવું. જો તમને આપે તો મ્હારી ખુશી છે.” માનચતુરને સાહસરાયની દયા આવી અને “રાંક અન્યાયી” દીકરી ઉપર તિરસ્કાર ઉપજ્યો. દીકરીને બોલાવી, ગુણસુંદરીના પલ્લાંની વાત કહી, અને સાહસરાયને ધમકાવ્યો તેથી વધારે એને ધમકાવી પાણીછલ્લી કરી નાંખી. “રાંડ, એક વિવેક તો કર ! – તે લે એવી નથી – પણ તું વિવેકમાંથી પણ ગઇ ! – કયાં મુકયાં છે ત્હારાં ઘરેણાં ?”

દુ:ખબા બોલી નહી.

ડોસો ખાવા ધાતો હોય તેમ બોલ્યો : “બોલવું નથી ? કેમ ? ઉઠો, સાહસરાય, મને ખબર છે તે બધું લેઇ લઇએ છિયે.”

દુ:ખબા ભડકી, ઉઠી, અને જે પેટીમાં દાગીના હતા તે ઉપર