આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯


“માવડી! એક છોડી સાસરાની બારિયે એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઇ જોઇ નીસાસો મુકે છે ને રસ્તામાં જનાર સાથે ક્‌હાવે છે.

“મ્‍હારા પિયરનો આ પંથ, નજર ન પ્‍હોચે રે,
“મહારું હૈયું ઘડીમાં આજ પિયર ભણી દોડે રે. મ્‍હારા. ૧
“ઓ આ મારગ જાનાર ! પિયર મ્‍હારે જાજે રે,
“જઇ ક્‌હેજે મા ને બાપ, દીકરી સંભારે રે । મ્‍હા૨ા. ૨

ગુણસુંદરીએ નિઃશ્વાસ ઉપર નિ:શ્વાસ મુકવા માંડ્યા.

“ઓ વાદળના ઉડનાર ! પંખી ! ઉડજે રે,
“મ્‍હારે પિયર પરવડી ત્યાં જ જઇ ક્ષણું ર્‌હેજે રે મ્‍હારા. ૩
“પંખી બેસજે પિયરને મોભ મ્‍હોટે મળસ્કે રે,
“મ્‍હારાં માબાપ ચોકની મધ્ય ઉભાં હોશે રે. મ્‍હારા.”૪

ગુણસુંદરી ગળામાં રોતી સંભળાઇ.

“મ્‍હારા બાપ તે ચૌટે જાય, માવડી પુછે રે—
“પુછતા આવજો નક્કી આજ કે દીકરી સુખી છે રે ? મ્‍હારા.૫
“પુછી પુછી એવું મ્‍હારી માત ધ્રુશ્કે રોશે રે !”

ગુણસુંદરીથી રોવાઈ જ ગયું.

“પંખી અબોલડા ! એવું જોઇ તુંયે રોજે રે. મ્‍હારા. ૬

“ગુણુસુદરી બા ! હું અને કુમુદબહેન પણે ઓસરીમાં બેશી પ્‍હોર રોજ સાંજે આ ગાતાં'તાં ને હું એમને ક્‌હેતી હતી કે તમારે યે આ મુંબાઈ જવાનું આવશે ને માવતરથી નોખાં પડવાનું થશે.”

કરુણરસની સીમા આવી. દીકરીની મા પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને છોકરી પાસે છેલ્લી બે કડિયો વારંવાર ગવરાવી અને તેની સાથે પોતે રોવાયું એટલું રોઇ.

કુસુમસુંદરી માની જોડે જમવા બેઠી હતી. આજસુધી દાદા જોડે બેસતી, પણ હવે એને બારમું વર્ષ ચાલતું હતું અને શરીર કન્યાવયમાંથી બ્‍હાર નીકળવા લાગ્યું તેમ તેમ મન પણ વધારે સમજણું થતું ગયું. આટલું વય થતા સુધી – કન્યાકાળ થવા આવતાં સુધી – એનું લગ્ન થવા વારો આવ્યો નહી અને તેને લીધે યુવાવસ્થાના પ્રભાતે તેનાં શરીર- શિખરને સ્પર્શ કર્યાવિનાનાં રાખ્યાં હોય એવું કંઇ થયું નહી. તેને માબાપે વિધાદાન દીધું હતું છતાં મદને પોતાની કળાઓ એને શીખવવામાં રજપણ વિલંબ કર્યો નહી. પોતે મદનને શોધતી ન હતી, દીઠે