આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨

ચંદ્રકાંત મ્હાત થયો, અને, સરસ્વતીચંદ્રનો વિચાર કરી ફરી નિઃશ્વાસ મુકી, ગદ્‍ગદ થયો અને બોલતો બંધ પડ્યો. માત્ર મનમાં જ બોલ્યો: “ મ્હારે તો આ જ જોઇયે – પણ – તું ક્યાં ?”

“સુન્દર પાસે કુમુદ ઉછરી અને મનોહરી પાસે કુસુમ ઉછરી. મનોહરી બોલતાં હારે તો કુસુમ હારે ! – કેમ કુસુમ ?” ડોસાએ હસીને પ્રશ્ન પુછયો ગુણસુંદરીએ બીજી વાતો ક્‌હાડી. સુવર્ણપુરમાં વ્હેવાઇનો કારભાર થયાના સમાચાર – એ મ્હોટી નવાજુની હતી; સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડી નીકળ્યો તે ક્યાં ગયો હશે તેની કલ્પનાઓ થવા લાગી અને ચંદ્રકાંતને ચિંતાતુર બનાવવા લાગી. બ્હારવટિયાઓની વાતો, અને કાલે કુમુદસુંદરી આવવાની, એ સંધિ ભય ઉપજાવવા લાગ્યો. વાતોમાં ને વાતોમાં સર્વ જમી રહ્યાં, ઉઠ્યાં, અને પોતપોતાના શયનખંડમાં જવા વેરાયાં.

ચંદ્રકાંત અને માનચતુર એક ખંડમાં સુવાના હતા ત્યાં સુતા સુતા પરસ્પર વાતો કરવા લાગ્યા. માનચતુરે સરસ્વતીચંદ્ર શાથી ઘર છોડી નીકળ્યો એ વાતની સર્વ વીગત પુછી લીધી, અને તે વીગત પુરી પાડતાં પાડતાં ચંદ્રકાંતનો મિત્રભાવ અંતર્માંથી ખીલ્યો. સરસ્વતીચંદ્રનું નામ – એના ગુણની કથા – એની કીર્તિ – એ સર્વનો પ્રસંગ આવતો તેમ તેમ એની જીભ ઉપર આનંદની ઊર્મિઓ ઉછળતી; લક્ષ્મીનંદનના મનની નિર્બળતા, ગુમાનની સ્ત્રીબુદ્ધિ, ધૂર્તલાલની નિન્દા, અને અંતે સર્વ કથાનું અતિકરુણ પરિણામ, એ પ્રસંગે એ એના ઓઠમાંથી તિરસ્કારના ફુવારા ઉરાડ્યા અને છેવટ અત્યંત શેાકની ત્હાડ આણી દીધી. વિદ્યાચતુરે સરસ્વતીચંદ્રનો દેષ ક્‌હાડ્યો હતો એ વાત પણ સવિસ્તર આવી ગઇ; અને વિદ્યાચતુરનો બાપ જ એ વાત સાંભળે છે તેની પરવા રાખ્યા વિના સરસ્વતીચંદ્રના અત્યંત સ્નેહી સ્નેહપરવશ મિત્રે વિદ્યાચતુરના મતનું ખંડન રસથી, છટાથી, અને જુસ્સાથી, કરવા માંડ્યું અને મુંબાઇની સભાઓમાં તે મહાપ્રયાસ કરતાં પણ ખીલી શકતો ન હતો એટલા વેગથી અત્યારે તે ખીલ્યો, અને ગુણસુંદરી સામે આવી બેઠી હતી તે પણ ધુનમાંને ધુનમાં જોઇ શક્યો નહીં, મિત્રભાવે અત્યારે એનામાં મહાન વક્તાની શક્તિ મુકી દીધી, અને સરસ્વતીચંદ્ર જેવા મહાત્મા આગળ રજવાડાના રાજ્યાધિકારિયો પાણી ભરે એટલે મ્હોટો મ્હારો મિત્ર છે એવા વિષયનું વિવેચન કરતાં કરતાં, માનચતુર, ગુણસુંદરી, અને બીજું મંડળ ધીમે ધીમે ભરાયું હતું તે સઉનાં