આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫


સુરસિંહ અચિન્ત્યો ઉભો – કાન અને આંખ ચકોર કરી દીધાં – “શંકર – પાછળ આઘે ઘોડાએાની ખરીઓ સંભળાય છે” – સઉએ કાન માંડ્યા અને ઉભાં રહી પાછળ જોવા માંડયું.

શંકર: “શું કાયર થઇ ગયા છો ? અમસ્તા ભણકારા વાગે છે – ચાલો આગળ !”

"ના, ના,... ...

“ના, ના, ને હા હા – ચાલો – કોઇ નથી. રથ પુલની પેલી પાસ છે તેમાંથી કુમુદસુંદરીને ઉપાડી લ્યો એટલી વાર ! હું નજરે જોઇને આવ્યો છું.”

પ્રતાપ ખુશ થઇ ગયો: “ખરી વાત ! ચાલો.”

સઉ આગળ ચાલ્યા – પણ સુરસિંહની આંખ પાછળની પાછળ રહી.

પોતાનો ઘોડો સુરસિંહની આગળ લાવી તેને ચલાવતો ચલાવતો શંકર બેાલ્યો: “ભા, તમારી બ્હીક ખોટી નથી – છોકરાં ન સમજે – પણ ફતેહસંગ અને મુખી તયાર છે, આપણે જરા દક્ષિણાતા જઇ રસ્તો ઓળંગી રથને પાછળથી પકડવો.”

“હા ! હા ! ભીમજી પણ મળશે.” – સુરસિંહે લોહચુંબક પેઠે આ વિચાર પકડી લીધો: “ચાલો, દિવસ ચ્હડે છે – દોડો.”-

સુરસિંહે ઘોડો મારી મુક્યો, તેની સાથે તેનો સઉ પરિવાર દોડ્યો, સઉ દક્ષિણ દિશામાં વળ્યા ! રસ્તો ઓળંગ્યો, સુવર્ણપુરની સીમમાં બુદ્ધિધનની આણમાં આવ્યા અને તે બાબત કોઇને ભાન ન રહ્યું. ઇંગ્રેજી હદમાં ર્‌હેવાનો વિચાર શંકરે ભુલાવ્યો – શંકર એ વિચારથી મનમાં ફુલવા લાગ્યો.

માનચતુરે તે મંડળ પોતાની પાછળ બે ત્રણ ખેતરવા રહી રસ્તાની પેલી બાજુ જઇ પોતાના ભણી આવતું દીઠું – સઉ સજજ થઇ ગયા. ફતેહસંગ આ બાજુ અવાય એમ રથની પૂર્વ અને ઉત્તર દિશા જાળવી ઉભો, સુરસિંહની પાછળ છેટે છેટે ધુળ ઉડતી હતી - ઘેાડાઓ દોડતા હતા – હરભમની તુકડી વેગભર દોડી આવતી હતી. સુરસિંહ સુવર્ણપુરની હદમાં પેઠો તેની સાથે હરભમની તુકડીને વેગ વધ્યો. જોતા જોતામાં કુમુદસુંદરીના રથની એને સુરસિંહની વચ્ચે હરભમની તુકડી આવી ઉભી. સુરસિંહ સમજ્યો કે મારો ભેદ કળાયો