આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭

શી નવાઇ ! વીજળીનો ચમકારો થાય એટલી વારમાં શૂર રજપૂત સમજી ગયો કે હવે તે જીતવાનું નથી – બચવાનું છે – અને પોતાના શૌર્ય વિના કોઇ બચાવે એમ નથી. આ વિચારે તેના હૃદયને ધમધમાવ્યું, તેની આંખો વિકરાળ બની ફાટી ગઇ, આંખો તો શું પણ આખે શરીરે લોહી તરી આવ્યું, નસેનસ અને રગેરગ ધડકવા અને ચળકવા લાગી, ઓઠને દાંત પીસ્યા, કપાળે ભૃકુટિ ચ્હડી ગઇ – કરચળિયો પડી ગઇ, ઘોડા ઉપર બેઠેલું શરીર ઉંચુ નીચું થવા લાગ્યું – કુદી પડવા તત્પર થયું, પગ ઘોડાની બે બાજુયે શૌર્યને થનથનાટ કરવા લાગ્યા, અને તરવાર મજબુત પકડી ઉંચી કરી ફાટે સ્વરે સુરસિંહ બોલી ઉઠયો: “જુવો છો શું ? ધસો, મ્હારા બાપુ, આ પાર કે પેલે પાર.” એક ઠેકાણે આગ લાગતાં ચારે પાસ સળગવા લાગે અને આકાશ પણ સળગે તેમ સુરસિંહનાં માણસમાં સુરસિંહનું શૌર્ય આવ્યું. એની હાકલ સાંભળી એનાં માણસો ઉછળ્યાં. અને “ હો–હો ” – “ જો જે ” – “ લેતો જા ” – “મારો મારો ” કરતાં આંધળાં બની ચારે પાસ શત્રુનો ધસારો ઝીલવા સજજ થયાં. વાઘજી અને પ્રતાપ પિતાની બે પાસે ખડા થઇ ગયા. શત્રુએ ધસારો કરતાં વાર લગાડી – સુરસિંહે જ ફતેહસિંહ ભણી ધસારો કરવા માંડ્યો અને તરવાર એવા તો જોરથી મારી કે ફતેહસિંહે વચ્ચે ઢાલ ન ધરી હત તો જાતે કપાઇ જાત. ઢાલમાં જબરી ફાટ પડી. આટલો ધા કર્યો તેની સાથે શંકર અને તેનાં માણસો બ્હારવટિયાઓમાંથી જુદાં પડ્યાં, અને “ખમા મહારાણા ભૂપસિંહની” – કરી મ્હોટી બુમ પાડી શંકર ગાજી ઉઠયો અને કાળા વાદળોમાં ઢંકાઇ ર્‌હેલી વીજળી ગાજી ઉઠે અને ચમકી નીકળે તેમ સ્વરૂપ પ્રકાશી આગળ આવ્યો.

“સુરસિંહ ! મ્હારે ને ત્હારે મિત્રતા છે પણ મ્હેં સુવર્ણપુરના મહારાણાનું લુણ ખાધું છે અને તેની સેવા કરવા ત્હારી મિત્રતા કરી છે. તું હવે જુવે છે કે મહાન ગજરાજ ખાડામાં પડે અને સાંકળો બાંધવાની જ વાર ર્‌હે તેમ ત્હારે આ પળે થયું છે. મરણ કે શરણ બે વિના ત્હારે ત્રીજો રસ્તો અત્યારે નથી. ત્હારું શૂરવીરપણું ત્હેં સિદ્ધ કરી આપેલું છે – તેની કીર્તિમાં કાંઇ ખામી આવે એમ નથી. ભૂપસિંહે કંઇ ત્હારો ગરાસ લીધો નથી – તેની સાથે ત્હારે વેર નથી – એ ત્હારી કીંમત - સમજે છે એનું મ્હોટાપણું અને એની કૃપા ચ્હડેલા અને પડેલા શઠરાયને ખબર છે ભૂપસિંહની તું રૈયત છે, એની હદમાં ત્હારે હાથે કોઇને લોહીનું ટીપું