આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
*[૧]“ક્રૂર મ્હારા જેવી કોણ ? સુખી જીવતાને કરવા ના મરું રે !
"ઝુરે મરે મ્હારે સારુ તેની પુઠેયે દુષ્ટ ના મરું રે !”

“ધિક્કાર આ જાત ઉપર ! એને મરતાં નથી આવડતું ! એને જીવવાનો લોભ લાગ્યો છે !

“પ્રિય ચંદ્ર તમે ઉપદેશ આપો છો કે,

“પડયું પાનું સુધારી લે
“છુટે ના તે નીભાવી લે”

“તમે એવું એવું ક્‌હો છે તે ઠીક છે પણ મ્હારે મ્હારા સ્વામીનાથની આજ્ઞા તમારા ઉપદેશ કરતાં વધારે છે. સ્વામીનાથનું હૃદય તો મને એવી આજ્ઞા કરે છે કે,

“ અરે નિર્માલ્ય નારી રે !
“હુંનો અભિલાષ જાણી લે.
“ મરી જા રે ! મરી જા રે !
“મને છોડી – છુટી જા રે !

“હું એમને ઝાંખરાં જેવી વળગી છું તે છુટી જાઉં એ એમની ઇચ્છા છે. મને પણ એ ગમતી વાત છે, કારણ કે મ્હારા મરવાથી કેટલા લાભ છે ?"

“ જીંવતાંને સુખ થાશે જી !
“પતિને સુખ બહુ થાશે જી !

વળી ,

“ચંદ્ર ઝુરે મુજ કાજે જી,
“હશે દશા શી આજે જી !
“એ સઉ મ્હારે માટે જી,
“મરીશ હું તેને સાટે જી

“વળી એથી મ્હારો કૃતઘ્નતા-દોષ છુટશે, અને મ્હારે માથે જે કલંક આણવાનું વાદળ ચ્હડયું છે તે ઉતરી જશે અને મ્હારાં માતા પિતા અકારણ અપયશના મહાદુઃખમાંથી ઉગરશે !!”

આનંદમાં આવતી હોય તેમ કંઇક મલકાઇ બોલી: “ખરે! આ સંસાર-સાગર દુઃખમય છે તેનો કીનારો તે મૃત્યુ, અને એ કીનારો


  1. *“આવો આવો, જસોદાના ફહાન કે ગોઠડી કરિયે રે.
    “રુડી વૃંદાવનની કુંજગલનમાં ફરિયે રે.” – એ રાગ