આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર.
---=૦<0>૦=---
ભાગ ૨.
ગુણસુંદરીનું કુટુંબજાળ.

પ્રકરણ ૧.
મનેાહરપુરીની સીમ આગળ.

મનોહરપુરી સુવર્ણપુરથી દશેક ગાઉને છેટે છે. પુરાતન કાળમાં એ એક મહાન નગરી હતી. વિદ્વાન, સ્વતંત્ર, અને પ્રતાપી રાજાઓનું તે રાજનગર હતું, કાળબળે તે રાજાઓને મલેચ્છ લોકે જીતી લીધા અને મનોહરપુરીની અવદશા થઈ જતાં ત્યાં આગળ માત્ર એક ગામડું, રહી ગયું અને મને હરિયું, મનેરિયું વગેરે ક્ષુદ્ર નામેથી ઓળખાવા લાગ્યું. આજ એ ગામ રત્નનગરીના રાજાના પ્રદેશમાં હતું, અને ઈતિહાસપૂજક ચિત્તવાળા કારભારી વિદ્યાચતુરને તે પ્રિય હોવાથી તેની સવિશેષ સંભાળ લેવામાં આવતી હતી. વિદ્યાચતુરનો જન્મ પણ એ જ ગામમાં હતો. વળી બીજાં પણ ઘણાંક કારણોને લીધે તેને મન એ ગામ પ્રિય લાગતું, વિદ્યાચતુરનું મોસાળ અને ગુણસુંદરીનું પિયર આ જ ગામમાં હોવાથી, તેમ જ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાનો આરંભ આ દમ્પતીએ આ જ ગામમાં ગાળેલો હોવાથી, મનોહરપુરી ઉભયને મનોહર લાગતી અને “મનોહરપુરી ” નામનો તેમણે જીર્ણોદ્ધાર । કર્યો હતો.

સર્વે કૃત્રિમ વૈભવ નષ્ટ થવા છતાં ઈશ્વરે આપેલી સુંદરતા આ ગામને છોડી ગઈ ન હતી અને તેને લીધે તેમજ બીજા કેટલાંક કારણોથી ઘણાક લોકને એ સ્થળ પરિચિત અને પ્રિય હતું. સુવર્ણપુર, રત્નનગરી, અને ઇંગ્રેજી રાજ્ય, એ ત્રણેના અધિકાર નીચેનો પ્રદેશનું તે મધ્યસ્થાન હતું અને ત્રણે રાજયની સીમ મનોહરપુરીની સીમ સાથે ભેટતી હતી. આ રાજ્યોની તેમજ ઈશ્વરરચનાની સીમનું પણ તે મધ્યસ્થાન હતું. પશ્ચિમમાં અર્ધ ગાઉને છેટે સમુદ્ર હતો તેથી પશ્ચિમ