આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮

પર લાકડી જોરથી ધબધબ મુકતો મુકતો નીચે ઉતરવા લાગ્યો: “રાંડનાને બ્‍હાર કોઇ ન મળ્યું તે ઘરમાં ને ઘરમાં નખોદ વાળવા બેઠો – હરામખોર ! વિચાર નથી કરતો કે એ તો ત્‍હારી મા થાય !” મા શબ્દ પર ભાર મુકી દાંત કચડ્યા. “મને ત્યાં ને ત્યાં જ વ્‍હેમ પડ્યો હતો ! ” ડોસો ચાલ્યો ચાલ્યો પરસાળની મેડિયે ચ્‍હડ્યો, ચંડિકાને મેડીમાંથી બહાર બોલાવી પોતે અંદર પેઠો, ગાનચતુર ચમકી સામું જોઇ રહી ઉભો થયો, ને ડોસાની સામે આવ્યો કે ડોસાએ દાંત ને ઓઠ પીસી લાકડી ઉગામી દીકરાને લગાવી. ગાનચતુર આઘો ખસી ગયો, લાકડી વાગતી વાગતી રહી ગઇ, અને નીચે ખાટલા પર પડી તે ખાટલાની ઈસ ભાગી ગઈ. ડોસાએ પોતાનું બધું જોર ક્‌હાડયું.

ડોસાની રીસ જરીક શમી ગઇ અને ગાનચતુરને ખભે ઝાલી, એના મ્‍હોં સામું જોઇ, એની અાંખો ઉપર પોતાની અાંખોમાંથી તીક્ષ્ણ કટાક્ષ નાંખી, ભ્રમર ચ્‍હડાવી, બેાલ્યોઃ “કેમ, સુંદર ત્‍હારી મા ન થાય કે?” બીજા હાથની તર્જની વીંઝી દાંત કચડી વળી બેાલ્યોઃ “જો જે બચ્ચા, અાજ તો જવા દેઉં છું ફરી એનું નામ દીધું તો હું માંદો માંદો પણ તને તે પુરો કરી દેઉ એટલી આ શરીરમાં સત્તા છે.” એને છોડી દેઇ ડોસો પાછો જતો રહ્યો અને જતાં જતાં પાછો વળી બોલતો ગયો: “ગમે તો સરત રાખજે - નીકર ત્‍હારા જેવા કુળ - અંગારને ભોંયભેગો કરતાં તું મ્હારો દીકરો છે એમ મને થવાનું નથી ને દરબાર ફાંસિયે ચ્‍હડાવે તેની બ્‍હીક નથી – પણ તને તો એક વખત જેવો જન્મ આપ્યો તેવો મારી નાંખનાર પણ હું જ થાઉં ત્યારે ખરો.” ક્રોધથી આખે શરીરે લાલ લાલ થઇ ગયો, ધોળા ચળકતા વાળ ઉપર પરસેવાનાં ટીપાં ભરાયાં અને મોગરાના ફુલ ઉપર ઝાકળ જેવાં દેખાયાં, વૃદ્ધ અને જર્જરિત છાતી અને બીજો સર્વ અવયવોમાં અચિંત્યું ઉભરાવા માંડેલું બળ આવેગ[૧]થી સમુદ્ર પેઠે ખળભળવા લાગ્યું. એ મેડિયે ચ્‍હડ્યો તે વખત જ તેનીપાછળ ચંચળ, ધર્મલક્ષ્મી અને દુ:ખબા દાદર પર આવી સંતાઇ રહ્યાં હતાં તે તેનાં પાછાં ફરતી વખતનાં પગલાંના ધબકારા સાંભળી ખરખર નીચાં ઉતરી પડ્યાં, એ પોતે દાદર પરથી નીચે ઉતરી આવ્યો, બળવાન રાજાને આવેશ ભરેલો જોઇ આશપાશનાં માણસ ચડીચૂપ થઇ ઉભાં રહે તેમ ડેાસો દાદર ઉતરી પોતાની કોટડી ભણી ગયો તે વખત તેની એક પાસ ઘરનું સર્વ


  1. ૧ જુસ્સો.