આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬

“पापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति ॥ तरित शोकं तरति पाष्मानं गुहाग्रन्थिम्यो विमुक्तोऽमृतो भवति ॥"

"पुण्यपाए विधूय - पुण्यपाए विधूय" - "तरति शोकात्म वित्तरति शोकमात्मावित" - "न च पुनरावर्तते न च पुनरावर्तते ॥"

છિન્નભિન્ન પણ શ્રુતિવાક્ય સ્વપનમાં સ્ફુરતાં સ્વપ્ન નષ્ટ થયું. પણ થોડીવારે પાછો સ્વપ્નોદય થયો. કુમુદસુંદરી વેરાગણને વેશે પાસે આવી બેઠી ને સરસ્વતીચંદ્ર પાસે શ્રુતિવાક્યનો લક્ષ્યાર્થ પુછવા લાગી:

“તમે શોક કેમ તરો છે ? બ્રહ્મને કેમ પામો છો ? આપણું અદ્વૈત છે તો તમારી મ્હારી અવસ્થાઓનું અદ્વૈત કરો, મને શોકમાંથી તારો, મને આત્મરૂપ પ્રાપ્ત કરાવો !”

ચંદ્રકાંત પણ આ સ્વપ્નમાં આવ્યો. “ પ્રિય મિત્ર! તમે બે એક તો હું કાંઈ જુદો નથી ! ચાલો, तयानामवैतं સાધો.”

સરસ્વતીચંદ્ર કોઈને ઉત્તર દેતો નથી, સર્વને માત્ર સાંભળ્યાં કરે છે, સ્વપ્ન વાધે છે. સ્વપ્નમાં સ્વપન આવે છે, બંધ થાય છે, અને ફરી આવે છે.

બીજા સ્વપ્નમાં સરસ્વતીચંદ્ર સુંદરગિરિના શિખર ઉપરથી આકાશમાં ઉડવા લાગ્યો. ઉડવા માંડે છે એટલામાં ચંદ્રકાંત આવી પાસે ઉભો ને હાથ ઝાલી પુછવા લાગ્યોઃ “Where, my friend, dost thou fly like an angel upwards ?”

સરસ્વતીચંદ્ર બે હાથ ઉંચો ઉડ્યો ને એટલામાં આમ અટકાવ્યો અટકી બોલ્યોઃ

“Chandrakanta, sweet philosophy buoys me up into the Heavens ! I fly effortless like Dante in his Paradise !

આ શબ્દ નીકળતામાં તો કુમુદસુંદરી પગ નીચે આવી સરસ્વતીચંદ્રને બે પગે બાઝી, ને હસતી હસતી ઉચું જોઈ બોલીઃ–

“Thou hast no right to rise without me ! Am I not that Beatrice whose vision fills thy soul and flies as thou fliest ?”

સર૦– “Sweet angel of purity ! Thou art - thout art ! Come | Fair ætherial spirit ! Guide us unto thy regions ! Thou shalt raise us all.”