આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨

“હિતનો – પ્રજાના હિતનો – સંબંધ છે અને તે સંબંધને અંગે સો કૌરવના કરતાં પાંચ પાંડવનો સંબંધ પ્રિયતર છે - વિશેષ ફલદાયી છે –

“सत्यधर्मविहीनेन न संदध्यात्कथंचन ।
“सुसंधितोऽप्यसाधुत्वादचिराद्याति विक्रियाम् ॥[૧]

“ત્યારે આવા કાર્યને અર્થે વિષ પીવું પડે તો શું થયું ?

“कार्यस्यापेक्षया भुक्तं विषमप्यमृतायते ।
“सर्वेषां प्राणिनां यत्र नात्र कार्या विचारणा ॥[૨]

“એમ જ ? ત્યારે રાજકાર્યમાં દીર્ધસૂત્રી થવું અને કાળક્ષેપ કરવો એના જેવું પાપ અને હાનિકારક કાંઈ નથી.

“शीघ्रकृत्ये समुत्पन्ने विलम्बयति यो नरः ।
“तत्कृत्ये देवता तस्य कोपाद्विघ्नं प्रयच्छति ॥[૩]
“यस्य यस्य हि कार्यस्य सफलस्य विशेषतः ।
"क्षिप्रमक्रियमाणस्य कालः पिवति तद्रसम् ॥[૪]

“ત્યારે તો,

“अनागतं यः कुरुते स शोभते ।
“स शोचते यो न करोत्यनागतम् ॥[૫]

  1. ૧.સત્ય તથા ધર્મથી જે રહિત છે તેની સાથે કોઈ દિવસ સંધિ કરવો નહીં; તેની સાથે કદાચિત સાદી રીતે સંધિ કરીએ તો પણ પોતાની અસાધુતાને લીધે તે પુરુષ તરત વિક્રિયાને પ્રાપ્ત થાય છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી
  2. ૨.જ્યાં સર્વે પ્રાણીઓના કાર્યની અપેક્ષાથી ખાધેલું વિષ પણ અમૃત થઈ જાય છે, ત્યાં કાંઈ વિચાર કરવો નહી; (અર્થાત્ તે વિષે કાંઈ પણ વિચાર કર્યા વિના પી જવું.)
    – પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  3. ૩.ઉતાવળથી કરવાનું કાર્ય પાસે આવે તેમાં જે મનુષ્ય વિલંબ કરે છે તેના તે કાર્યમાં દેવતા કોપ કરી વિઘ્ન નાંખે છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  4. ૪.જે જે કાંઈ કર્તવ્ય – કરવા જેવું – છે અને તેમાં વળી વિશેષે કરીને જે કાર્ય સફલ થતું આવે છે. તે કાર્ય જે શીઘ્ર કરવામાં આવતું નથી તે તે કાર્યને રસ કાલ પોતે પી જાય છે (અર્થાત્ તે કાર્ય રસવગરનું થાય છે ને પરિણામમાં બગડી જાય છે.)
    – પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  5. પ.જે કાર્ય અનામત છે – પાસે આવેલું – નથી, તેની જે પુરુષ તે કાળે એટલે પ્રથમથી યોજના કરે છે તે શોભાનું પાત્ર થાય છે અને તેવી રીતે જે નથી કરતા તે શોકને પાત્ર થાય છે.
    – પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.