આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨


“જરાશંકર, મ્હેં મ્હારું સાધ્ય બતાવ્યું. તેનું સાધન શોધવું એ પ્રધાનબુદ્ધિનું કામ છે – આવી વાતમાં કેવું સાધન વાપરવું, શો ભોગ આપવો, વગેરે વાતનો વિચાર કરવાનો શ્રમ મલ્લરાજ લેતો જ નથી. આ ધુળ જેવી તકરારોનું ગમે તે રીતે કરી સમાધાન કરી દે. મ્હારો અને મ્હારા રાજ્યનો સ્વાર્થ કેવી રીતે સાચવવો તે તને આવડે છે. તેમ કરવા જતાં ત્હારી ચતુરતામાં ભુલ આવશે તો તેની ક્ષમા આપતાં પણ મને આવડે છે. માટે જા અને મ્હારા ભણીની પૂર્ણ સત્તાથી, પૂર્ણ વિશ્વાસથી, અને પૂર્ણ સાધનથી ધારેલું કામ સિદ્ધ કરી આવ.”

“જોજે. જે રાજા સાથે તકરાર હોય તેની સાથે પણ સમાધાન કરવું અને તકરાર ન હોય તેની સાથે પણ ભવિષ્યમાં આ પથરામાટીની તકરાર ઉભી ન થાય એવા કરાર કરી દેવા. આપણા રાજ્યની સીમ એવી દૃઢ અને સ્પષ્ટ કરીને બાંધી દે કે ન્હાના બાળકને પણ તે સમજવામાં ભૂલ ન થાય અને લુચ્ચામાં લુચ્ચા માણસને પણ તે હદ ખોટી કરવાનો માર્ગ ન જડે. પરરાજ્યો સાથેનાં સર્વ પ્રકરણને એવાં શાંત કરી દે કે આ રાજયમાં તેમને પુનર્જન્મ પ્રાપ્ત ન થાય અને તેમ કરવામાં ત્હારી બુદ્ધિમાં જે કાંઈ ધરતીનું કે દ્રવ્યનું નુકસાન તરત વેઠવું પડે તે વેઠી લેવું - પણ મ્હારા રાજ્યની એક પાસે જેવી સમુદ્રે હદ બાંધી છે તેમ બીજી ત્રણ પાસ એવી હદ બાંધજે કે યાવચ્ચંદ્રદિવાકર એ હદમાં કોઈ ચાંચ બોળી શકે નહી; અને તે જ પ્રમાણે પરરાજ્યો સાથેના જે જે પ્રશ્ન હોય તેનું સમાધાન પણ એમ જ સદાકાળને માટે કરી લેજે. એ કામ થઈ જશે અટલે રત્નનગરીના ભાવી રાજાઓએ પોતાની પ્રજાને અર્થે જે કાળ રોકવો જોઈએ તે કાળ ઓછો કરવા કોઈની શક્તિ ચાલવાની નથી.”

પ્રધાનની જોડે આટલી વાત કરી જુવાનીમાં આવવા તૈયાર થતા મુળુભાનો હાથ ઝાલી વૃદ્ધ થતો મલ્લરાજ ઉછળતા આનંદથી બોલવા લાગ્યો.

“મુળુભા, સામંત જેવો મહારા રાજ્યનો સ્તંભ છે તેમ તમે મણિરાજના રાજ્યના સ્તંભ થવા યોગ્ય છો. નાગરાજ અને ઈંગ્રેજના યુદ્ધપ્રસંગે પરરાજ્યોમાં જવું પડ્યું હતું ત્યારે સામંતભાનો મ્હારે સાથ હતો અને એમની બુદ્ધિ અને પ્રીતિ મને કામ લાગી