આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯

એમ, તેના સન્મુખ આવી, પ્રધાન તેના રાજસંસ્કાર જગાડવા અને તેમાં ઉત્સાહ ભરવા પ્રયત્ન કરવા લાગ્યો.

“મહારાજ, વાનપ્રસ્થ થવા આપનો વિચાર હોય તો તે પણ યોગ્ય છે, અને રાજ્યચિન્તામાં આપનો ભારવાહી થનાર પ્રધાન આત્મચિન્તામાં પણ આપણી સાથે વનના અન્ધકારમાં દીવો લેઈ ચાલવા તયાર છે. પણ મરનારે પોતાની પાછળ જીવનારની વ્યવસ્થા કરી જવી એ સંસારમાં અંતકાળનો ધર્મ છે.–”

મલ્લરાજને કંઈ હસવું આવ્યું હોય તેમ મુખ કરી બોલ્યો: “ઠીક છે – તે થશે – તું અને સામંત તેનો વિચાર કરી લાવજો. હું કાંઈ અત્યારે જ રીસાયલા બાળક પેઠે ન્હાસી જનાર નથી, પણ એ એક વાત શીવાય બીજી બધી વાતોના વિચાર તમે કરજો.”

જરાશંકર – “તે વિચાર અમે કરીશું, પણ આપની આજ્ઞાથી જ તે વિચાર સિદ્ધ થશે.”

મલ્લરાજ – “એટલે એમ કે તમે વિચાર કરી મ્હારી પાસે પણ વિચાર કરાવો ? એવી કીરકોળ વાતોના વિચાર સાથે અંતકાળના ધર્મને સંબંધ નથી.”

જરાશંકર – “પણ તે વાતોને એ ધર્મ સાથે સંબન્ધ છે કે નહી તેનો નિર્ણય કરવો તે તો આપના વિના બીજું કોઈ કરે એમ નથી.”

મલ્લરાજ – “તેથી શું? ”

જરાશંકર –“શું તે એ કે અમુક વાતોની ને વિચારની વીગત આપે સાંભળવી, સાંભળીને એના ને અંતકાળના ધર્મના સંબંધનો નિર્ણય કરવા જેટલો વિચાર કરવો, ને પછીનું પછી !”

મલ્લરાજ – “એટલો બધો વિચાર કરવો, અને આજ્ઞા કરવી, ત્યારે વિચાર ન કરવાનું શું બાકી રહ્યું ?”

જરાશંકર – “તે તો અમે શું કરીયે ?”

મલ્લરાજ – “સામંત, તને એમ નથી લાગતું કે આ પ્રધાન બહુ લુચ્ચો છે ? જે વાત કરવાની મ્હેં ના કહી તે જ વાત કરવાની એણે મ્હારી પાસે હા ક્‌હેવડાવી અને મ્હારા શબ્દને પ્રતિકૂળ થયા વિના પોતાનો અભિપ્રાય સિદ્ધ કરે છે.”

સામંત – “મહારાજ, એમ કરે છે માટે જ એ આપના પ્રધાન થવા યોગ્ય છે, કેટલાક પ્રધાનો રાજાઓ બોલે તેમાં હા જી હા ભણે છે અને પોતાનો પગાર મળે એટલે પોતાની પ્રધાનતા સિદ્ધ થઈ