આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬

તમે જ અપરાધી છે તેની ખાતરી શી રીતે થાય? સ્ત્રીજાતિ આ કાળમાં બન્ધુક ઉપાડતી સાંભળી નથી.”

“એ વાત ખરી. હું બન્ધુક ફોડી બતાવું; પણ મ્હારી જ સાથે આપ પણ ફોડી બતાવો તો હું ફોડું.”

આ વાત ચાલે છે એટલામાં સર્વે સહીઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જતી રહી. બે જણ એકાંતમાં ઉભાં.

ખાચરને સામંતની પુત્રી શીવાય એક બીજી એનાથી મ્હોટી વયની રાણી હતી અને કમળાકુમારી તેની પુત્રી હતી. ખાચર, સામંત, મુળુ, અને મલ્લરાજ સર્વને સંપ થવાનું સાધન ઈચ્છી સામંતની પુત્રીએ કમળા અને મણિરાજનાં લગ્નની વાત વધારી હતી. યુવાન કમળાના કાનમાં રાતદિવસ મણિરાજની સ્તુતિનું અમૃત રેડ્યાં કર્યું હતું, અને મલ્લરાજના વંશમાં શોકયના કાંટા વાગવા અશક્ય છે એ લાભ સઉનાં નેત્ર આગળ ધર્યો હતો. કમળા જાતે શૂર ને શુદ્ધ ક્ષત્રિયાણી હતી, ખાચરે લડાવેલી હતી, અને એના મનમાં મણિરાજનો આકાર રાત દિવસ રમ્યાં કરતો હતો. પણ શત્રુના ઘરમાં કન્યા આપવા જવું એ ખાચરને વિષ પીવા જેવું લાગતું. આ સર્વનું પરિણામ એ થયું કે મણિરાજને કમળા દેવાની ખાચર ના પાડતો અને બીજા વરની કમળા ના પાડતી, અને કમળાકુમારી અત્યાર સુધી કુમારી રહી હતી. હાલ મુળુ કેદ થયાના સમાચાર સાંભળી એની બ્હેને ખાચરનું માન મુકાવી એને રત્નગરીના રાજ્યમાં આણ્યો હતો. ખાચરને આ રાજયનાં સર્વ માણસો ઉપર અસલથી તિરસ્કાર અને દ્વેષ અત્યંત હતો તેને સ્થળે વય અને અનુભવ વધતાં મલ્લરાજના ઉદાત્ત ગુણો તે સમજવા લાગ્યો હતો અને એ વૃદ્ધ અને અનુભવી રાજાના અવસાન સમયે તેની પાસેથી રાજનીતિ અને અનુભવ જાણી લેવાં એવો તેને ઉત્સાહ થયો હતો. આથી એણે પોતાની ન્હાની રાણીની સૂચના સ્વીકારી હતી અને એ રાણી સાથે રત્નનગરી જતાં જતાં રાત્રિ ગાળવાને વનમાં ઉતારો રાખ્યો હતો. કમળાને તેની પોતાની ઈચ્છાથી સાથે લીધી હતી. એટલામાં એ કન્યાને અને મણિરાજને મળવાનો આ પ્રસંગ આવ્યો.

પોતાને અજાણી સ્ત્રી સાથે હોવાનો પ્રસંગ મણિરાજને આયુષ્યમાં પ્રથમ આજ જ આવ્યો અને તે પ્રસંગના સહભૂત વિકાર તેના હૃદયમાં ભરાયા છતાં પોતાના રાજ્યના શત્રુની કન્યા સાથે હોવાને પ્રસંગે સાવધાન ર્‌હેવાનો અને અવિશ્વાસ રાખવાનો વિચાર એને થયો. પણ