આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦


સૂર્યવંશના કુળાચાર શોધનાર રાજાને રઘુનો આ પ્રસંગ અસલથી પ્રિય હતો. જરાશંકર તે જાણતો હતો અને રાજાની પાસે જઈ ધીમે ધીમે બોલવા લાગ્યોઃ–

*अथ वीक्ष्य रघुः प्रतिष्ठितं
प्रकृतिश्वात्मजमात्मवत्तया ।
विषयेषु विआशधर्मसु
त्रिदिवस्थेष्वपि निःस्पृहोऽभवत ॥ १ ॥
गुणवत्सुतरोपिश्रितियः
परिणामे हि दिलीपवंशजाः ।
पदवीं तरुवल्कवाससां
प्रयताः संयमिनां प्रपेदिरे ॥ २ ॥
तमरण्यसमाश्रयोन्मुखं
शिरसा वेष्टनशोभिना सुतः ।
पितरं प्रणिपत्य पादयो-
रपरित्यागमयाचतात्मनः ॥ ३ ॥
रघुरश्रुमुखस्य तस्य तत्
कृतवानीप्सितमात्मजप्रियः ।
न तु सर्प इव त्वचं पुनः
प्रतिपेद व्यपवर्जितां श्रियम् ॥ ४ ॥[૧]

  1. * ૧. પોતાના પુત્ર અજે નિર્વિકાર મનથી અમાત્યઅાદિ રાજ્યનાપ્રકૃતિપુરુષોમાં મૂળ નાંખેલાં જેઈને નાશવાળા સ્વર્ગસ્થ વિષયોમાં પણસ્પૃહા ધરવી રધુરાજાએ છોડી.
    ૨. દિલીપના વંશના રાજાઓ પરિણામે ગુણવાન પુત્રને રાજ્યસંપત્તિ સોંપીને ઝાડની છાલનાં વસ્ત્ર પ્હેરનાર સંન્યાસીએાના માર્ગનો સ્વીકાર કરે છે.
    ૩. પિતાને વનવાસ લેવા તત્પર થયેલા જોઈ મુગુટથી શોભતા એવામસ્તક વડે તેમના ચરણમાં નમસ્કાર કરી પુત્રે તેમની પાસેથી પોતાનો અપરિત્યાગ માગી લીધો.
    ૪. પુત્રમાં પ્રેમવાળા રધુએ આંસુ ભરેલા મુખવાળા એ પુત્રની આયાચના સ્વીકારી; પરંતુ એક વાર તજેલી કાંચળીને સર્પ લેતો નથી તેમ પોતે તજી દીધેલી રાજલક્ષ્મીનો ફરી રધુએ સ્વીકાર કર્યો નહીં.