આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩


इति शत्रुषु चेन्द्रियेषु च
प्रतिषिद्धप्रसरेषु जाग्रतौ ।
प्रसितावुदयापवर्गयो-
रुभयीं सिद्धिमुभाववापतुः ॥ १४ ॥[૧]
अथ काश्चिदजव्यपेक्षया
गमयित्वा समदर्शनः समाः ।
तमसः परमापदव्ययं
पुरुषं योगसमाधिना रघुः ॥ १५ ॥[૨]

શ્લોક પુરા થઈ ર્‌હેવા આવ્યા તેમ મહારાજના મુખ ઉપર પ્રથમ શાંતિ અને ક્રમે ક્રમે આનંદ સ્ફુરવા લાગ્યો. છેલો શ્લોક થઈ ર્‌હેતાં એણે પાસું ફેરવવા યત્ન કર્યો, સર્વ મંડળે અશક્તને સાહાયય આપી પાસું ફેરવાવ્યું, ફેરવી ર્‌હેતાં એના મુખમાંથી શબ્દ નીકળ્યાઃ “ શિવ ! શિવ ! શિવ ! શિવ ! – शिवोहम्-शिव” એટલું બોલતાં બોલતાં વાણી બન્ધ થઈ અને હાથ જરાશંકરને ખભે પડ્યો. થોડી વારમાં દેહ નિર્જીવ થઈ ગયો.

થોડી ઘડીમાં એ ઝુંપડી અને એ રાજ્ય એ મહારાજાના શરીર વિનાનાં શૂન્ય થઈ ગયાં, મેના અને મણિરાજ શીવાય સર્વમાંથી થોડા દિવસમાં એની પાછળનો શોક ન્યૂન થઈ ગયો અને થોડા માસમાં એનું સ્મરણ પણ લોકમાંથી ગયું અને, માત્ર અતિકષ્ટ વેઠી એ મહારાજે જે સંયમ અને લોકહિતની રાજનીતિ સાધી હતી અને


  1. ૧૪. એ પ્રકાર શત્રુઓની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતો અને તત્પર અજરાજા ઉદયની સિદ્ધિને પ્રાપ્ત થયો. અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતા અને તત્પર રઘુરાજ મોક્ષની સિદ્ધિને પ્રાપ્ત થયો. આમ પિતાપુત્ર ઉભયને જોઈતી ઉભય સિદ્ધિઓ મળી.
  2. ૧૫. સર્વ ભૂતોમાં જેની સમદૃષ્ટિ છે એવો રધુ, પોતાના પુત્રની આકાંક્ષાથી કેટલાંક વર્ષો વ્યતીત કરી, અવિદ્યારૂપ અંધકાર જેને પ્હોંચી શકતું નથી એવા પદરૂપ અને અવિનાશી પુરુષ પરમાત્માને યોગસમાધી વડે પ્રાપ્ત થયો.
    રઘુવંશ સર્ગ ૮,

    જીવરામશાસ્ત્રી.