આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨


ગુણસુંદરી અને એની સાથેનું મંડળ ઉત્સુક બન્યું, મધુમક્ષિકા બોલવા લાગી:

“સુભદ્રાના પ્રવાહમાં કુમુદબ્હેનની પાછળ સુવર્ણપુરનો બ્હારવટીયો પ્રતાપ પડ્યો હતો અને તેની પાછળ એ રાજ્યનું માણસ શંકર પડ્યો હતો. પ્રતાપના હાથમાં કુમુદસુંદરીનો એક પગ હતો, પણ પ્રતાપ સ્વતંત્ર માર્ગે જાય તે પ્હેલાં શંકરે એનો પગ પકડ્યો અને શંકરને પ્રતાપે તરવારને ઘાએ હણ્યો. એટલામાં કુમુદબ્હેનના રક્ષણને અર્થે નીકળી પડેલા મૂળરાજે કાંઠા ઉપરથી પડતું નાંખી પ્રતાપનું માથું ધડથી જુદું કર્યું અને માથું લઈ પાણી બ્હાર નીકળ્યા તે માનચતુરને મળ્યા અને આણી પાસ આવ્યા. આ સમાચાર વાંચી મહારાજે મૂળરાજને સર્વ રીતે ક્ષમા કરી છે અને આ શુભ સમાચાર સાંભળી સામંતરાજનો જીવ સદ્‍ગતિ પામે, મૂળરાજના ઉપર તેમની કૃપા થાય અને પિતાપુત્રનો યોગ થાય એવું ઈચ્છી મહારાજ મૂળરાજને સાથે લઈ ગયા છે.”

સામંતપત્નીને હર્ષનાં આંસુ આવ્યાં. ગુણસુંદરીને ૨જ તૃપ્તિ થઈ નહી, તેને મન સોળે સોકટી કાચી રહી. મધુમક્ષિકા બોલવા લાગી.

“ગુણસુંદરી બ્હેન, પ્રધાનજીએ ક્‌હાવ્યું છે કે પ્રતાપ અને મૂળરાજની લ્હડવાડના સંધિમાં મૂળરાજને બે હાથ હત તો એક હાથે તરવારે વાપરી બીજે હાથે કુમુદબહેનને એ ઝાલી શકત; પણ એક હાથ એમનો કપાયેલો હોવાથી કુમુદબ્હેન નદીમાં એકલાં તણાયાં, અને પ્રતાપનું અને નદીનું બેનું ભય એમને હતું તેને ઠેકાણે હવે માત્ર નદીનું ભય છે –”

ગુણસુંદરીની આંખમાંથી નવીન આંસુ બળ કરી નીકળી પડ્યાં. રોવું આવવાનું થયું તે દાંતવડે નીચલો ઓઠ કરડી પકડી રાખ્યું અને સ્વર ગળામાં ડાબી નાંખ્યો. મધુમક્ષિકા સમજી અને બોલી

“બ્હેન, માનચતુરજી માણસો લઈ નદીને તીરે તીરે ઘોડા દોડાવતા ગયા છે. મૂળરાજનું એવું ક્‌હેવું છે કે નદીના મુખ આગળ રત્નાકર સાથે સંગમ થાય છે ત્યાં આગળ કુમુદબ્હેનનું શરીર તણાતું તણાતું પ્હોંચશે. તે વેળા ભારતીની હશે, અને તેથી નદીનાં અને રત્નાકરનાં પાણી સામાં મળશે એટલે સંગમ આગળનું બધું પાણી સ્થિર