આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

આગળ પળવાર જુનું થયેલું દુ:ખ વીસારે પડે છે. રાધેદાસનું વર્ણન અને નેત્ર આગળનું ચિત્ર એ ઉભયની વસ્તીથી સરસ્વતીચંદ્રનું મન ભરાઈ ગયું.

“વાહ, વાહ, રાધેદાસ ! શી સુન્દરગિરિની શોભા છે ? આ આટલાં બધાં દેવાલય કોનાં છે ? તળેટીમાં વસ્તી કોની છે ?”

સર્વ દેવાલયો ઉપર રાધેદાસની દૃષ્ટિ પક્ષિની પેઠે ફરી વળીઃ "નવીનચંદ્રજી, આ પેલી પાસ કાળા ડાઘા દેખાય છે તે સુરગ્રામનાં ઘર છે. ગામ તો ન્હાનું છે, પણ તીર્થનું સ્થાન છે. અસલ સુરગ્રામ આ દેવાલયોને સ્થાને હતું. આ દેવાલયોમાં પંચાયતન દેવતાની જુદી જુદી પ્રતિમાઓ વિરાજે છે. આ સુન્દરગિરિપર જેટલા શ્રૃંગો છે તેટલા પંથ છે અને તે સર્વ પંથવાળાનાં દેવાલય આપણી દૃષ્ટિ આગળ છે.”

“તમે તો વિષ્ણુભક્ત છો - વિષ્ણુ શીવાય બીજા દેવનાં દેવાલયનાં ગર્ભમન્દિર ભાગ્યે જોયાં હશે !”

રાધેદાસ હસ્યો: “અમારા દેવ અને બીજાના દેવ જુદા એ તો ભ્રમ છે. ઈસ જગતમેં અંધ-હસ્તિ-ન્યાય ચલ રહા હૈ ! કેમ – ભૈયા - સમજ્યા? અમે તો વૈષ્ણવ છીયે પણ શિવમાર્ગી આરતીમાં ગાય છે–

“શિવ વિષ્ણુ એક સ્વરૂપ,
“અંતર નવ ગણશો !
“અંતર નવ ગણશો !

“એ અભિપ્રાય અમારે પણ કબુલ છે. શ્રી અલખ જગતમાં લખ થાય છે ત્યારે જેના હૃદયમાં જેણી પાસનાં કિરણ પડે છે તેની તેને પ્રીતિ થાય છે. શિવ, વિષ્ણુ, અને ઇતર દેવો તેમ અનાર્ય યવનોના દેવમાત્ર પણ અલખનાં લેખ સ્વરૂપ છે. જેની જેવી દ્રષ્ટિ. અમારા હૃદયમાં હૃદયના દેવતા વિષ્ણુ છે - વિષ્ણુનું પણ કૃષ્ણસ્વરૂપ અમને પ્રિય છે - બાકી અલખ તો એક જ છે અને તેને વેદાંતી બ્રહ્મ ક્‌હે છે.-” કંઈક ક્‌હેતો ક્‌હેતો રાધેદાસ અટક્યો.

સરસ્વતીચંદ્ર તે ચેતી ગયો: “કેમ અટક્યા? કંઈક ક્‌હેવા જતા હતા!”

“કહું ? તમે સંસારી છો તો સંસારી ભાષા સમજશો – પણ અમે વેરાગી, માટે હું અટક્યો.”

“બોલો, બોલો !”

“એક લલના, કોઈ ઈસીકા મુખદર્શનસે તૃપ્ત હોતા હૈ; કીસીકું ઈસકા ગાન ચૈયે; કીસીકું સ્પર્શસુખ બીન આનંદ નહી હો શકતા હૈ ! કીસીકું સ્પર્શ મેં બી મસ્તી ચૈયે; ઓર કીસીકી મનમેં જનની-સ્વરૂપસે સ્ત્રીકા મુખાદિકી બી ઉપેક્ષા હો જાવે. ઈસ તરેહસે સ્વતઃનિરંજન નિરાકાર