આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪

આપના વિષયે મ્હેં કરેલા છે. તેની ક્ષમા માગવી હું યોગ્ય ગણતો નથી, કારણ સર્વ તીર્થો ઉપર જઈ સ્નાન કરે તોપણ આ દોષોનું પ્રાયશ્ચિત્ત થાય એમ નથી; પણ માત્ર આટલું જણાવવા રજા માગું છું કે આપને સારુ મ્હારા મનમાં જે તિરસ્કાર અને ક્ષુદ્રભાવ હતો તેને સાટે હાલ હું એમ માનું છું કે આપના ઉદાત્ત વંશમાં હું એક શીયાળ જેવું પ્રાણી છું ત્યારે આપ શુદ્ધ સિંહરૂપ છો – આપની બુદ્ધિ, શૌર્ય, સદ્‍ગુણ અને ઉદાત્ત રાજતેજ આગળ હું એ ક્ષુદ્ર જીવ જેવો છું. અને મહારાજ મલ્લરાજને ઉગ્ર મુખે દેહાંતશિક્ષા સાંભળતાં જે અભિમાન નમ્યું ન હતું તે સર્વ અભિમાન આજ જાતે છોડી, વસિષ્ઠને પગે વિશ્વામિત્ર પડ્યા હતા તેમ, આપને પગે પડું છું અને આ જગતમાં એટલું પ્રાયશ્ચિત્ત કરવા દેશો તો હું દુષ્ટ પોતાને કંઈક શુદ્ધ થયો ગણીશ.”

"માતાજી, આ ઉપરાંત મૂળરાજે કહ્યું કે હું મ્હારી માતાની સ્ત્રીબુદ્ધિએ ચાલ્યો અને પિતાના બુદ્ધિતેજનો પ્રભાવ પરખી શક્યો નહીં. તે તરવાર છોડી નરેણી પકડ્યા જેવું કર્યું, મ્હારા પિતાને અવસાનકાળે મને બોલાવ્યો તો ક્ષમા અપાવનાર ધણી પણ આપ છો. પિતા પાસે બાંહ્યધરીમાં એટલું વચન આપું છું કે ભરતજીએ કૈકેયીનો ત્યાગ કર્યો હતો તેમ હું પણ આજથી મ્હારી જનનીનો ત્યાગ કરું છું.”– સામંતપત્ની ઝાંખી પડી ગઈ .

“મહારાજને આટલાં વચન કહ્યા પછી મૂળરાજે પ્રધાનજીને કહ્યું કે – પ્રધાનજી, મ્હારો તમારો મતભેદ તો ઈશ્વરે નિર્મલો છે અને જે ઈંગ્રેજને આપના મામાએ સાતમે આકાશ ચ્હડાવ્યા છે તે ઈંગ્રેજનો સ્વીકાર અને દેશીઓનો ત્યાગ કરી સુભાજીરાવને ક્‌હાડી મુક્યા તે કિલ્મિષ તો મ્હારા મનમાંથી જવાનું નથી. પણ મહારાજ મણિરાજના પ્રધાન તે મ્હારે શિરસટ્ટે એટલી બુદ્ધિ ઘણો વિચાર કરતાં મને ઉત્તમ લાગી છે, અને તે બુદ્ધિ સિદ્ધ કરવાને માટે જ મ્હેં આપની પુત્રીના શત્રુને હણ્યો છે.”

“વળી મૂળરાજે પ્રધાનજીને કહ્યું કે - પ્રતાપનો હું વિશ્વાસુ મિત્ર હતો. કુમુદસુંદરી ઉપર એની કુદૃષ્ટિ હતી તે વાત એને પોતાને જ મુખે સાંભળી હતી, પણ એને વારવાથી સારું ફળ હતું નહી. અને મને વાત કરતો અટકે જાણી હું એને વારતો ન હતો, જયારે એ નદી આગળ ગયો ત્યારે હું કાંઈક નિમિત્તે ત્યાં આગળ ફરતો હતો અને