આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨

નહી તે તેટલા પ્રમાણમાં તેમનું રાજત્વ ઘસાય એવું તમારા પિતા ક્‌હેતા ને તે યથાર્થ છે. પ્હેલી વારના દ્યૂતને અંતે દ્રૌપદી ઉપરનો જુલમ જોતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રને ન્યાય કે દયા ન સુઝ્યાં તેને પાપી પુત્રોની દુષ્ટતાએ ઉપાડેલા ઈશ્વરી ઉત્પાત જોઈ બ્હીક લાગી ત્યારે દ્રૌપદીને માગ્યાં વરદાન આપ્યાં ને પાંડવોને છોડ્યા. તે જ પ્રમાણે અધિકારી સાહેબો સામી સાધારણ ફરીયાદો ન સાંભળનાર સરકારની નજરે એ સાહેબો અતિદુષ્ટ થયલા દેખાશે ત્યારે એ ના એ સરકાર તેના ઉપર હાથ ઉપાડશે ને આપણું રક્ષણ કરશે. આવો કાળ આવે ત્યારે મજબુત પુરાવો અને પૂર્ણ રાજત્વ દેખાડી સફળ હાથ ઉપાડવો ને ત્યાં સુધીનો માર વેઠી લેવો.”

“ઘણી ફરીયાદ કરનાર ઉપર સાંભળનારને કંટાળો આવે છે. માટે આવા પ્રસંગ શીવાયના પ્રસંગોએ તે સાહેબો ઉપર ફરીયાદ ન કરતાં તેમની જ પાસેથી કળાથી કામ ક્‌હાડી લેવાં.”

“હોંશીયાર ને પાકા સાહેબોની પાસેથી કામ ક્‌હાડી લેવું હોય તો તેમનાં કામ ભેગું આપણું કામ ક્‌હાડી લેવું. કોયલ કાગડીનાં ઈંડાં ભેગાં પોતાનાં મુકે તે બધાં ઈંડાં સાથે સેવાય ને કોયલનું બચ્ચું જન્મી જાતે ઉડી જાય. સરકારે સોંપેલાં કામ સાહેબો પોતાનું ગણી કરી લે છે અને આપણા કામ પણ સરકારે સોંપેલાં ગણી વગર ભલામણે પોતાનાં કામ ભેગાં કરી લે છે. કોયલ કાગડાને કાંઈ ક્‌હેતી નથી તેમ આવા સાહેબોને આપણે કાંઈ ક્‌હેવાનું નથી. આપણાં ઈંડાં તેમનાં ઈંડાં જેવાં દેખાય, આપણું હિત તેમનાં હિતમાં જ લેખાય, તે એ ચતુર જાતની ચતુરતાને આપણને પણ વગર માગ્યે લાભ મળે. એમની સેના ભેગા રહી આપણા દીકરા રજપુતાઈની કળા જાળવે તે આનું દૃષ્ટાંત."

“નઠારા અને બળવાન સાહેબો સાથે સામાં થઈ લ્હડવાનું ચાલતા સુધી રાખવું નહી. જો તેમનો નાશ ઇષ્ટ હોય તો તેમની સ્વારીના ઘોડાની નીચે પેંસી વરાહની કળા વાપરવી. જે સાહેબ વરાહને પોતાના ઘેાડા નીચે પેંસવા દેવાની ગફલત કરશે તે સાહેબ ઉપર તેના ઉપરીઓ બહુ દયા નહી દેખાડે. સામાના ઘોડાની તળે જતા પ્હેલાં શરીર પ્રકટ થશે તો આ કળા રમતાં એ સાહેબના ભાલાની બ્હીક છે તે ભુલવું નહી.”

“લેાભી સાહેબો પાસે સોનાના મેરુ જેવાં દેખાવું. છેટેથી આપણું સોનું લેવા આવે, પર્વત ઉપર ચ્હડતાં થાકે, અને એમ કરતાં આવે તો