આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪

મ્હારા મનની અભિલાષ સમજી શકતો નથી માટે જ એ પ્રયત્ન કરે છે.”

“દેવી એક બાળક પુત્ર મુકી ગઈ છે, જો તે જીવશે તે તેની બ્હેનને હાથે ઉછરશે. નહીં જીવે તો મને શોક નથી. મ્હોટો કરેલો પુત્ર દુષ્ટ થયો અને મુવો, તો વીજળી પેઠે ક્ષણવાર ચમકતો બાળક સુપુત્ર નીવડશે એ જાણવું કઠણ છે. એની માતા કૃતકૃત્ય થઈ ગઈ. એ સ્વર્ગમાં ગઈ. એનો આત્મા સ્વધામ પહોંચ્યો ને હજી અમર છે. એનો શોક કરવો તે મિથ્યા મોહ છે. મને એ મોહ કે શોકમાંનું કાંઈ નથી.”

“વ્યવહારદૃષ્ટિએ જોતાં પણ ઉતરતે વયે લગ્ન કરવાની વૃત્તિ મૂર્ખતા ભરેલી જ લાગે છે, પ્રધાનપદ સુધીના અનુભવની પ્રાપ્તિથી જે માણસ ઘડાય તેને તે આ વાત હસ્તામલક જેવી સુદૃશ્ય હોવી જોઈએ. નરભેરામની સૂચના યોગ્ય છે એવું જો હું માનું તો તેટલાથી એટલું સિદ્ધ થયું ગણવું કે મ્હારી બુદ્ધિ પ્રધાનપદને યોગ્ય નથી એટલું જ નહી પણ ક્ષુદ્ર છે. કારણ સામાન્ય બુદ્ધિવાળાને પણ આવા મહાન પદના અનુભવથી જે બોધ મળવો જોઈએ તે બોધ મને મળ્યો ન હોય તે મ્હારામાં બોધ લેવાની સામાન્ય વિવેકશક્તિ પણ નથી એમ જ માનવાનો પ્રસંગ આવે. કેવળ પુત્રવાસના પામર જીવને માટે છે. ઉતરતી વયના અને પ્રધાનપદે ચ્હડેલા બુદ્ધિમાન પ્રાણીને માટે નથી.”

“ન્યાયમાર્ગે જોતાં પેાતાના સ્વાર્થને માટે પારકી કન્યાનો ભવ બાળવો અને વૈધવ્યના માર્ગમાં મુકવી એ મહાપાપ લાગે છે. એ પાપ કન્યાના વૃદ્ધ થતા વરને તેમ બાપને ઉભયને માથે છે.”

“અનેક માર્ગે આ વાતનો વિવેક મ્હેં કરી જોયો છે. એક કલ્પના સરખી પણ આ ઉપાધિ સ્વીકારવામાં દોષ શીવાય અન્ય ફળ જોતી નથી. નરભેરામ મ્હારા ઉપરની પ્રીતિને લીધે જ ભુલે છે.”

“ચિ. કુસુમસુન્દરીને કોઈ વિદ્વાન્ નીતિમાન્, રૂપવાન્, શ્રીમાન્, યુવાન્ સ્વામી મળે એવો મ્હારા અંતઃકરણનો આશીર્વાદ છે અને મ્હારો પોતાનો આપેલો આશીર્વાદ હું જાતે નિષ્ફળ નહી કરું. કુમુદસુંદરીની ન્હાની બ્હેન તો મ્હારે પુત્રીરૂપ જ છે.”

બુદ્ધિધનનો આ પત્ર વાંચી રહી તેની સાથે કુસુમનું શેર લોહી ચ્હડ્યું. તેની નિરાશા નષ્ટ થઈ અને આંખમાં તેજ આવ્યું. ઉતાવળથી પોતાના ખંડમાં આવી અને છાતીએ હાથ ભીંડી એકલી એકલી બોલવા લાગી.

“હા…શ ! હવે જગત જખ મારે છે. કુસુમની પ્રાર્થના પ્રભુએ સાંભળી. બુદ્ધિધનભાઈ ! તમારું ઘણું જ કલ્યાણ થજો ! તમારા પત્રથી જ મને ઉપદેશ મળે છે. તમારા જેવા અનુભવી પુરુષોને જે વાત આટલી ઉમરે