આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

આપઘાત – આત્મધાત – જ કરેલો છે ! સર્વ પરિવ્રાજકો, યુદ્ધોમાં મરનાર સર્વ યોદ્ધાઓ, કુટુંબ છોડી દ્રવ્યાદિને અર્થે સમુદ્રાદિ ઉ૫૨ પ્રયાણ કરનારાઓ, સર્વ એક રીતે આત્મઘાતી કેમ નહી? હોય તો તેને શિર આવાં પાપનો ભાર કેમ નહી ?”

“પુણ્ય કાર્યને અર્થે ખમેલો શરીરવ્યય પુણ્ય છે; અધમ કાર્યને અર્થે આણેલો શરીરવ્યય વ્યય જ છે. આ એક વિશ્વરૂપ શરીર એક આત્માથી સંધાયું છે, ઉભું છે અને એ આત્માની ઈચ્છાથી શાંત થશે. એ શરીરમાં રહેલાં આ સર્વ વ્યક્તિશરીરો - વ્યષ્ટિરૂપે – તે એકજ સમષ્ટિ શરીરના અવયવ છે. હું જેને મ્હારું શરીર કહું છું તે આ મહત્ શરીરનો અંશ છે અને તેથી મ્હારું નથી. એ જ મ્હારું શરીર કુટુંબનો અંશ છે, પળવાર કુમુદની સાથે જોડાઈ દામ્પત્યના અંશરૂપ હતું ; આ દેશનો અંશ છે, મનુષ્ય લોકનો અંશ છે! એ સર્વ શરીર મ્હારાં શરીર છે – આ દેખીતું શરીર તેમનો અંશ છે, આનો અથવા એનો વ્યય પુણ્ય કાર્યને અર્થે કરવો એ વ્યય નથી; એક અંશના વ્યયથી બીજા અંશોને પુણ્ય લાભ થાય તે કાર્ય સાધ્ય જ છે – બાકી “આત્મઘાત” તો થતો જ નથી – આત્મા અમર છે. ખરી વાત છે કે એ આત્માને તો શસ્ત્ર છેદતાં નથી અને પાવક બાળતો નથી. એ આત્મા તો વધતાં ઘટતાં આ સર્વ શરીરોથી ઉભરાયલા એક મહત્ શરીરમાં સ્ફુરી – એ શરીરની મર્યાદાથી રહિત થઈ વસે છે – એ શીવાય બીજો આત્મા નથી ! સરસ્વતીચંદ્ર ! ત્હેં કીયા પુણ્ય કાર્યને અર્થે આ દુષ્ટ વ્યય કર્યો?”

આ આત્મપરીક્ષક પ્રશ્ને મસ્તિકને ચકડોળે ચ્હડાવ્યું. તેમાં અંતર્ગાન થવા લાગ્યું.

विगतमानमदा मुदिताशयाः"

“મ્હારું પુણ્ય કાર્ય – મ્હારે મુદિત આશય – કીયો ? મુદિત - લોકમુદિત – આશય – તું કયાં છે?”

"Life is real l Life is earnest !"

“આયુષ્યનો મર્મ ક્યાં ?

“મચી રહ્યો કોલાહલ આજે દશે દિશે ગાજે
તે મધ્યે થઈ ઉતરી પડની, શૂર, નીચે નીચે જાજે.

“મુંબાઈનગરીના પંડિત, રાજ્યકર્તાઓ, કવિઓ, દેશસેવકો, લક્ષ્મીનંદનની લક્ષ્મી, ચંદ્રકાંતની મિત્રતા, કુમુદનો સ્નેહ - એ સર્વ