આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સર્વ ચાલીઓ. તેમના મુખમાં ગોષ્ઠીના અને શ્લોકના ઉદ્ગાર થતા હતા.
મોહની – “દક્ષિણાનિલ જેવા મધુર યોગી !
- १[૧] "लवङ्गलतिकाभङ्गदयालुर्दक्षिणानिलः ।
- कथमुन्मूलयत्येप मानिनीमानपर्वतान् ॥"
વામની – “રાત્રિએ જે પુરુષનું નામાદિ શ્રવણ કર્યું હતું તે આ જ યોગી છે ત્હોયે તે આ જ!
- २[૨] "लतां पुष्पवर्ती स्पृष्ट्वा स्त्रातो विमलवारिणा ।
- पुनः संपर्कश्ङ्कीव मन्दं चरति मारुतः ॥"
આ સાંભળતાં જ ભકિતના ખભા ઉપર કુમુદે નેત્રકમળ ઉઘાડ્યાં જણાયાં. ત્યાં બંસરી ઉત્સાહમાં આવતી બોલી ;
- ३[૩] "निसर्गसौरभोद्भ्रान्तभृङ्गसङ्गीतशालिनी।
- उदिते वासराधीशे स्मेराऽजनि सरोजिनी ॥”
કુમુદને એક ખભેથી બીજે ખભે ફેરવતી ફેરવતી સામે ઉદય પામેલું સૂર્યબિમ્બ જોઈ રહી, ભક્તિમૈયા બોલી;
- ४[૪] "क्षणमयमुपविष्टः क्ष्मातलन्यस्तपादः
- प्रणतिपरमेवक्ष्य प्रीतमह्नाय लोकम् ।
- भुवनतलमशेषं प्रत्यवेक्षिष्यमाणः
- क्षितिधरतटपीठादुत्थितः सप्तसप्तिः ॥"
"એ સૂર્ય ક્ષિતિધરપર પાછો આવશે – મૈયા, આવશે. મધુરીને હવે મ્હારે ખભે આપો; એમ ક્હેતી ક્હેતી મોહનીએ કુમુદના શરીરને લેવા
- ↑ १લવંગની લતાનો ભંગ કરતાં જેને દયા આવે છે એવા આ દયાળુ દક્ષિણાનિલ માનિનીના માનપર્વતનું ઉન્મુલન કેમ કરતો હશે?(પ્રકીર્ણ શ્લોક)
- ↑ २પુષ્પવતી લતાના સ્પર્શથી અભડાઈ વિમલ જળથી ન્હાઈ, ફરીને રખે સંસર્ગ થાય એવી શંકાથી આ પવન મન્દ મન્દ ચાલે છે. (પ્રકીર્ણ)
- ↑ ३સ્વાભાવિક સુગન્ધથી આકર્ષાયેલા ભ્રમરના સંગીતની શ્રીથી શ્રીમતી કમલિની, દિવસપતિ ઉદય પામતાં, સ્મિત કરવા લાગી. (પ્રકીર્ણ)
- ↑ ४પૃથ્વીતલ ઉપર પાદ મુકી ક્ષણવાર (પર્વતતટ ઉપર) બેઠેલો આ સુર્ય, પોતાને પ્રણામ કરવામાં વ્યાપૃત થયેલા પ્રીતિથી પ્રસન્ન થયલા લોકને ઉતાવળથી જોઈ લેઈ નીચે ઉભેલા બાકીના અશેષ ભુવનતળને ઉપરથી, સામેથી, જોઈ લેવાને માટે, પર્વતના તટ ઉપરથી આ ઉઠે છે !–(પ્રકીર્ણ )