આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬


વિહાર૦- જી મહારાજ !

સરસ્વતી૦– આ અભિમાન અને આ પ્રીતિ આ ભેખને પાત્ર ખરાં કે નહી ?

હસીને વિહારપુરી પાછળ ચાલતો ચાલતો બોલવા લાગ્યો. “જી મહારાજ, સત્પુરુષના હૃદયમાં જે પદાર્થ લખ થાય તે અલખને પ્રિય જ હોય, કારણ એવાં હૃદય શ્રીઅલખની વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે.”

રાધે૦- ગુરુજી પાસે શ્રવણ કરેલું છે કે વિરક્ત જનોનાં મન અન્યથા શીર્ણ થાય છે અને વિકારમાત્ર શાંત થાય છે ત્યારે પણ રંક જીવ ઉપર દયા, સમૃદ્ધ સજજનનો અનુમોદ, દુર્જનોનાં દુષ્કૃત્યોની ઉપેક્ષા, અને અલખની વિભૂતિના દર્શનની પ્રીતિ - એટલે તેમના મનનો સ્વભાવ શેષ ર્‌હે છે.

વિહાર૦- જી મહારાજ, રાધેદાસ યથાર્થ ક્‌હે છે.

મ્હેતાજી– મહારાજ, ઈંગ્રેજી વિદ્યા એ સર્વનો અસ્ત કરશે.

સરસ્વતી૦- ઈંગ્રેજોની સત્તાના કાળમાં અને ઈંગ્રેજી ભણેલા રાજા- પ્રધાનની સંમતિથી આ જીર્ણોદ્ધાર થયો છે.

મ્હેતાજી – એ વાત તે સત્ય, કાનની બુટ પકડું છું.

આમ ગોષ્ટી ચાલે છે ને સર્વે ચાલ્યા જાય છે એટલામાં રાધિકેશજીનું મન્દિર આવ્યું. પંદરેક પગથીયાં ચ્હડી તેમાં જવાનું હતું. પગથીયાં ઉપર મ્હોટાં કમાડોમાં થઈ માંહ્ય જવાનું હતું. કમાડની માંહ્યલી પાસે બે સામસામી ન્હાની ઓટલીઓ હતી. તેમાં એક પાસ થોડા દિવસ થયાં એક પોળીયો રાખ્યો હતો, તે એક કપડાનો કડકો પાથરી ઉપર બેઠો બેઠો ચલમ ફૂંકતો હતો. મંદિરને કંઈક ઉપજ હવણાં હવણાંની વધી હતી અને એક સાધુને ભંડારી બાવો કરી અંદર રાખ્યો હતો. સરસ્વતીચંદ્રે આ મંદિરનાં પગથીયાં ઉપર પગ મુકયો ત્યાં ભડારીની ધંટ-ઘડીયાળમાં અગીયારના ટકોરા થયા. તે ગણવા સર્વ પળવાર ઉભા. મંદિરમાં આવી પ્હોચવું, ઘડીયાળનું વાગવું, ઇત્યાદિ નવી સૃષ્ટિએ ચાલતી વાર્તામાંથી સર્વને જગાડ્યા અને નવા જીવનને જોતા ઠર્યા.

એકપાસ મંદિરના આગળનાં મહાદ્વાર અને કોટ, અને બીજી પાસ મંદિરનો મંડપ, અને તેમની વચ્ચે મંદિરની આશપાસ ફરતો ચોક હતો. કોટ અને ચોક વચ્ચે ભંડારી વગેરે મંદિરના સ્થાપક, વ્યવસ્થાપક અને