આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮


સર૦-તે અસ્તુ. ત્રીજી વાત અર્થદાસ ક્‌હે છે, પણ સરસ્વતીચંદ્રના શરીરનો પત્તો તે બતાવી શકતો નથી.

ચંદ્ર૦- પણ તે સત્ય જ બોલેછે. એ પત્તો આપ મેળવો.

સર૦– તે અસ્તુ. મ્હારો તથા આપનો અભિપ્રાયય એક જ છે. પણ શોધવાનું શરીર જડે ત્યાં સુધી સર્વ વાત સાંભળવી ઘટે છે. સરસ્વતીચંદ્રનો સગો ધૂર્તલાલ મુંબાઈના કારાગૃહમાં છે. હીરાલાલ તેનો માણસ ભારે ખટપટી છે, તેણે જીલ્લાના કલેક્‌ટરને અરજી કરી છે કે તેની વાર્ત્તાનું શોધન ઈંગ્રેજી કોર્ટમાં થવું જોઈએ. તેનું લખાણ આ રાજ્ય સાથે પોલીટિકલ એજેન્ટ દ્વારા ચાલે છે.

ચંદ્ર૦- એની પાસે કંઈ પ્રથમદર્શનીય પુરાવો છે?

સર૦ – દેખાતો નથી. પણ અર્થદાસ ઈંગ્રેજી પ્રજા હોય અને અપરાધનું સ્થળ પણ ઈંગ્રેજી હદમાં હોય ત્યારે પ્રથમદર્શનીય પુરાવા હોય ન હોય તેની અમારા પોલીટિકલ એજંટ કદી કદી બહુ પરવા નથી કરતાં.

ચંદ્ર૦- તે નથી કરતો પણ તમે કેટલી કરો છે ?

સર૦– આવા પ્રશ્નો અમારે ત્યાં ચક્રવર્તીભવનમાં વિચારાય છે અને ત્યાંની આજ્ઞા પ્રમાણે વર્તન થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં બેત્રણ ગુંચાવારા છે. હીરાલાલ કંઈ કારણથી સરસ્વતીચંદ્રની હત્યા સિદ્ધ કરવા ઈચ્છે છે અને સરકારી પોલીસમાં પૈસા વેરે છે. પોલીસ કલેક્‌ટરને સમજાવે છે ને કલેક્‌ટરનો ચીટનીસ પણ હીરાલાલને વશ છે. એજંસીનો શીરસ્તેદાર પણ તેને વશ છે. પ્રધાનજી સાથે સરસ્વતીચંદ્રનો સંબંધ તુટેલો ગણી તે નિમિત્તે આ પ્રસંગમાં ન્યાય થવાનો અસંભવ ગણી હીરાલાલ આ કામ ઈંગ્રેજી કોર્ટમાં ચલવવા ઈચ્છે છે અને સર્વે તેને ટેકો આપે છે. આવાં આવાં કારણોથી એજંસી સાધારણ નિયમ પ્રમાણે પુરાવો બસ છે કે નહી તેનો નિર્ણય અમારી પાસે કરાવવા ઇચ્છતી નથી.

શાંતિ૦– ત્યારે પુરાવો જ ઓછો હોય તો છો ને કામ ચાલતું ઈંગ્રેજી કોર્ટમાં? ત્યાં શું ખોટું થવાનું છે જે?

સર૦- ના જી, પ્રથમ તો અર્થદાસ જે શંકિત છે તે જ એ વાત ઈચ્છતો નથી. ધૂર્તલાલના મનમાં એમ છે કે ગમે તેમ કરી સરસ્વતીચંદ્રને મુવેલા ઠરાવવા - પછી કોઈ અપરાધી ઠરે કે ન કરે - કારણ તેમને તેમ કરવામાં દ્રવ્યનો લાભ છે. અર્થદાસના મનમાં એમ છે કે હીરાલાલ પોતાના