આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

દીસી આવતી ઉદરભૂમિમાંથી ઉગતી ગૌર અંગની ઉભી રેખા એક વેલી પેઠે કશાને આધારે ટેકાઈ ચળકતી હતી, તેને વચગાળે પર્વે પર્વે ફુલ જેવા રુપાનાં આંકડા સૂર્યતેજથી વિશેષ ચળકાટ મારતા હતા, અને વેલીને શિરે બે પાસ સુંદર ઘાટવાળાં ગોળ ફળ ઝુકી રહ્યાં હતાં. આ સુન્દર રૂપ-વાડીને યોગ્ય કોઈ ભેાક્તા ન દેખતી હોય તેમ મુખપર ઉપર બે હાથની હથેલીઓ ઢાંકી કુસુમ જાળી આગળ ઉભી રહી હતી, અને એ ઢાંકેલા મુખનીચેનું રૂપ ફરી ફરી નખથી સ્કંધસુધી જોઈ બારીએ ઉભેલી માતા નિઃશ્વાસ મુકતી હતી, અને મનમાં ફરી ફરી ગાતી હતી કે–

“ न जाने भोक्तारं कमिह सगुपस्थास्यति विधि: ॥

“ ઓ પ્રભુ ! આને માટે ત્‍હેં કીયા નરને સરજેલો છે ? મને તો કોઈ દેખાતો નથી. તો એને જ શું કરવા સૄજી ? ”

આમ વિચાર ચાલે છે એટલામાં કુસુમ પાસેના એક પાતળા ઝાડે બાઝી, તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો, જોતા જોતામાં ઉંચે ચ્‍હડી, બે શાખાઓના વચાળામાં ઉભી રહી, અને આકાશમાંથી નાજુંક વાદળી તુટી પડે તેમ કુંડમાં કુદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી તળે અદશ્ય થઈ પાછી ઉપર આવી, અને પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી નાની વિહારતરણિ*[૧]પેઠે સુંદર હાથના ટુંકા વામ ભરતી ભરતી તરવા લાગી. પાણીમાં પડી તે વેળાએ કપાયેલાં પાણીની છોળો ઉંચી ઉછળી અને ચોપાસ વૃષ્ટિગૃહ થયું. કુસુમ એવાજ વૃષ્ટિગૃહ (ફુવારા) વચ્ચે પાણી ઉરાડતી રમતી રમતી ભીના લાંબા કાળા કેશભારને શરીર ઉપર તરાવતી ખેંચતી જાતે તરવા લાગી, અને પુત્રીના કળવિકાસને ગર્વથી સ્ફુરતી પણ બીજે વિચારે દુઃખમાં ડુબી જતી માતાની દૃષ્ટિ અાંસુના વર્ષાગૃહ વચ્ચે પુત્રીની પાછળ તરવા લાગી.

એટલામાં સુન્દર પાછળથી આવી, ગુણસુન્દરીની પાછળ ઉભી રહી અને ક્‌હેવા લાગીઃ “ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.”

ગુણસુંદરી વિચારમાંથી જાગી. ચંદ્રકાંતવાળા ખંડમાંથી સ્વર આવતો હતો તે સાંભળતી બ્‍હાર ઉભી. ચંદ્રકાંત શોકમગ્ન મુખથી એક ખુરશી


  1. * જાલી બોટ