આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪

નીકળ્યું અને રાત્રે ત્યાં રચવા ધારેલી રાસલીલા વગેરેની પરિપાટી ૧.[૧] ત્યાંનાં મંડળ પાસેથી જાણી લેવા લાગી અને કુમુદને સમજાવવા લાગી.

પર્વતના એક મહાન શૈલને મથાળે પૂર્વરાત્રે ચન્દ્ર પરિપૂર્ણ પ્રકાશ નાંખી શકે અને દક્ષિણના અને પશ્ચિમના પવન આવી શકે એવે સ્થાને એક ખુલો ચોક હતો. ત્રણે મઠ કરતાં એ સ્થાન ઉંચું હતું. ત્રણે મઠોઉપર ત્યાંથી દૃષ્ટિ પડતી અને મઠોમાંથી આ સ્થાન દેખાતું. તેની વચ્ચોવચ એક મહાન્ કદમ્બ વૃક્ષ રોપેલો હતો અને ચારેપાસ છેટે છેટે ન્હાના પણ રમણીય સુવાસિત પુષ્પના રોપાઓ પોષીને ઉછેર્યા હતા. ચોકની ચારે પાસ મનુષ્ય જઈ શકે નહી એવાં ન્હાનાં પણ ઉંચાં ઉભાં શૈલાગ્ર હતાં અને પૃથ્વીઉપર અપ્રસિદ્ધ પણ અનેકરંગી સુન્દર પક્ષિયો ત્યાં બેસતાં, માળા બાંધતાં, અને મધુર કોમળ ગાન કરી ર્‌હેતાં. આ ચોક ઉપર મધ્યે યમુનાકુંડ હતો ત્યાં આગળ રાત્રે રાસલીલાની યોજના હતી. સમુદ્રનો પટ ત્યાંથી શુદ્ધ દેખાતો અને એના તરંગની લેખાઓ અને તેમાંના ફીણના ચળકાટ કોઈ ગૌર યુવતિના ઉદરભાગની રોમાવલીઓ જેવા આટલે છેટેથી લાગતા હતા. એ ભાગ ઉપર દૃષ્ટિ નાંખી સઉ ઉભાં અને એ સૃષ્ટિની સુન્દરતાની સ્તુતિ કરવી તે એ સુન્દરતાના ઉપભોગમાં વિધ્ન જેવી લાગી. સર્વ બોલ્યાચાલ્યા વિના, હાલ્યા વિના, કેટલીક વાર માત્ર સમુદ્રનાં અને આકાશનાં દર્શન કરી રહ્યાં અને શાંત આનંદ તેમનાં હૃદયમાં પવનની પેઠે પેસવા લાગ્યો.

આ શાન્તિ વામનીએ તોડી.

“મધુરીમૈયા, સમુદ્રની લહરી અને તે ઉપર થઈ આવતા આ પવનથી તને આનંદ થતો દેખાતો નથી ! તને એ રમણીય પદાર્થોથી કંઈક ઉલટી જ અસર થાય છે.”

કુમુદ – એ સમુદ્ર મ્હારા ભૂતકાળનું સ્મરણ કરાવે છે. મ્હારા હૃદયના સ્વામીએ મને ચન્દ્રિકાની ઉપમા આપી અને પોતાને સમુદ્રની ઉપમા આપી જુઠું જુઠું લખ્યું હતું કે સમુદ્રના તરંગ ઉછાળવાની શક્તિવાળી


  1. ૧. કાર્યક્રમ. Programme.