આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧


બિન્દુ – એ તો એસ્તો. મધુરીબ્હેન, રાત્રિ આવશે અને આમનું આમ કરશો તે ગઈ વેળા પાછી નહી આવે ને પસ્તાશો.

કુમુદે આ વાત કાને ધરી નહીં. સઉની પાસેથી તે ઉઠી અને રાત્રે જે બારી આગળ બેઠી હતી ત્યાં જઈ બેઠી. બિન્દુમતી બોલ્યાચાલ્યા વિના એની પાસે કાગળ, ખડીઓ ને કલમ મુકી આવી ને મોહનીને પુછવા લાગી.

“હવેનો વિધિ? "

“એ બારીએ તાળું છે તે રાખજે ને જોડની બારીએ સળીયા છે તે, ઉઘાડી રાખજે. એની પાસે શય્યા પાથરી રાખજે. એ આઘી પાછી જાય તે દૃષ્ટિમાં રાખજે ને બાકી એકાંતમાં જ ર્‌હેવા દેજે. એકાન્ત એ જ . હવેનો વિધિ છે. હું હવે મ્હારા આન્હિકમાં ભળું છું."



પ્રકરણ ૨૩.
સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.
[૧]ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।
यत्रोपकरणीभा वामायातयेवविधेा जनः । भवभूति.

સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં ર્‌હેતો અને તેની સાથે વિહારપુરી અને રાધેદાસ તથા આશ્રમ સંભાળનાર એક બે જણ ર્‌હેતાં. આજ તો વિહારપુરી પણ ભિક્ષાર્થે ગયેા હતેા. આશ્રમ પાછળની ગુફામાં સરસ્વતીચન્દ્ર ફરતો હતો. રાધેદાસ આગલા દ્વારને ઓટલે બેઠો બેઠો વાંચતો હતો. આશ્રમ સંભાળનાર સાધુઓ સ્વયંપાકાદિ કાર્યની તૈયારી કરતા હતા.

સુરગ્રામનાં દર્શનને દિવસે સરસ્વતીચન્દ્રના મસ્તિકમાં કંઈ કંઈ નવા સંસ્કાર ભરાવા પામ્યા હતા. ગિરિ ઉપરથી ઉતરતાં અનભિજ્ઞાત કુમુદ મળી અને તેનાં ઇંગિતે તેમ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષીઓ પેઠે


  1. * આવા (મહાત્મા)નો વિપાક પરમ અદ્ભુત થાય છે - કે જેના કલ્યાણ માટે આવાં મહાશય મનુષ્ય સાધન ભૂત થાય છે. ઉત્તરરામ