આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭


ચન્દ્રા૦– તમને ક્ષમા મળવાનો પ્રસંગ માત્ર એવા સમાગમ કાળે જ છે એ તમે જોઈ શકે છો ?

સર૦- એ જોવાનું હવે કાંઈ બાકી રહ્યું નથી.

ચન્દ્રા૦- તો, નવીનચંદ્રજી, આ ભયનો ત્યાગ કરો અને જે એક જ કલ્યાણનો પન્થ છે તે સ્વીકારો. સંસારની રચેલી વિવાહવઞ્ચના ઉપર શ્રદ્ધાને લીધે તમારો માનેલો ધર્મ જ મધુરી પાળે છે, અને તે પાળે છે ત્યાં સુધી તમારે સમાગમ ઇચ્છવાની લઘુતા તેના હૃદયને પ્રાપ્ત થઈ નથી. એ તો એમ જ જાણે છે કે,–

[૧]मर्यादानिलयो महोदधिरयं रत्नाकरो निश्चितः
सर्वाशापरिपूरकोऽनुगमित: संपत्तिहेतोर्मया ॥
शम्बूकोपि नलभ्यत किमपरं रत्नं महार्ध परम्
दोषोऽयं न महोदषेः फलमिदं जन्मान्तरीयं मम ॥

“મધુર દુ:ખની રસિક અમારી મધુરી તમને સુખ ઇચ્છે છે પણ પોતાને માટે તમારું સુખ ઈચ્છતી નથી. હું આવી છું તે મ્હારા હૃદયની અને સર્વ સાધ્વીઓની પ્રેરણાથી આવી છું. તેઓ એક પાસથી તમારી શક્તિ દેખે છે અને બીજી પાસથી મધુરીનું દુ:ખ દેખે છે ત્યારે નિ:શ્વાસ મુકી અશ્રુપાત કરી, તમને તિરસ્કાર પૂર્વક ક્‌હે છે ને ક્‌હાવેછે કે,–

"[૨]लज्जामहे वयमहो वचनेपि हन्त
सांयात्रिकाः सलिलराशिममी विशान्ति ।
अंसाधिरोपिततदीयतटोपकण्ठ-
कौपेयकाम्बुदृतयो यदुदीर्णतृष्णाः ॥

“મધુરીએ તમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી અને સાધુજનોના આગ્રહથી આવવા હું સજજ થઈ ત્યારે એક રસાર્દ્ર સાધ્વીએ તમને ક્‌હેવાનું મને કહ્યું છે કે–


  1. ૧. આ મહાસાગર મર્યાદાનું સ્થાન છે, નિશ્ચિત રત્નાકર છે, અને સર્વઆશાએાને પરિપૂર્ણ કરનાર છે, અને સંપત્તિને માટે મ્હેં તેનું અનુગમન કર્યુંપણ મને એક પઈસો પણ ન મળ્યો તો મૂલ્યવાન્ રત્નની તો વાત જ શીકરવી ? આ કંઈ મહાસાગરનો દેાષ નથી, પણ મ્હારા પોતાના જ જન્માંતરનુંફળ છે (પ્રકીર્ણ).
  2. ર. આ તો એવું જ કે તે ક્‌હેતાં પણ અમે લાજીએ છીએ, તે એ કેઆ સાંયાત્રિકો ( વહાણમાં ફરનાર વ્યાપારીયો ) આવા પાણીથી ભરેલાસાગર ઉપર જાય છે છતાં અત્યંત તૄષાવાળા થઈ કુવાના પાણીથી ભરેલીમસકો એ જ સાગરના તીર ઉપર એમને ખભા ઉપર લેઈ રાખવી પડેછે. (પ્રકીર્ણ)