આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૩

“કામકામી” ન થવું. અને, “કામદ્વેષી” પણ ન થવું. નદીઓ જેમ સમુદ્રમાં વ્હેતી વ્હેતી જાતે આવે છે તેમ, કામરૂપ નદી ધર્મથી જાતે પ્રાપ્ત થાય ત્યારે સમુદ્ર પેઠે તેને અવકાશ આપવો એ જ શાંતિ, એજ નિર્મમતા અને એજ નિરહંકાર. .

[૧]आपूर्यमाणमचलप्रतिष्ठं
समुद्रमापः प्रविशन्ति यद्वुत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे
स शान्तिमाप्रोति न कामकामी ॥
[૨]विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निस्पृहः
निर्ममो निरहंकारः स शन्तिमधिगच्छति ॥"

સર૦- મને કામ પ્રાપ્ત થયો નથી.

ચન્દ્રા૦– સૂક્ષ્મ કામ થયો છે.

સર૦– પણ સ્થૂલ કામને ભોજન માટે આમન્ત્રણ કરવું તે શા માટે? એટલો રાગ શા માટે ?

ચન્દ્રા૦- બેમાંથી એક હૃદયને પણ એ રાગ નથી. એમ છતાં તે હોય કે પ્રાપ્ત થાય તો તે મધુરીને હશે એમ ધારે. પણ તમને તો તે નથી એમ ક્‌હો છો.

સર૦– તેને આમન્ત્રણ કરું તો તે પ્રાપ્ત થયો જ ગણવો.

ચન્દ્રા૦– જનક રાજા જેવો યોગ સાધવાનું મ્હે તમને કહ્યું. એવા યેાગને કાળે રાજાને ઉપાધિજન્ય અનેક ભય હોય છે તેટલાથી મહાત્માઓ એવા યોગનો અનારમ્ભ કે ત્યાગ નથી કરતા. તમારું અધર્મભય તો માત્ર સંસારે માની લીધેલા ને માની લેવડાવેલા સંપ્રત્યય વડે રચેલા ભ્રમથી જ ઉત્પન્ન થયેલું છે અને તે ભય પણ તમારી દૃઢતા ને અચલતા જોતાં પ્રમાણમાં ક્ષુદ્ર છે એવાં ભયને લેખામાં ન લેવાં તે તેને આમન્ત્રણ કર્યું ક્‌હેવાય નહી.

સર૦– ધારો કે એ યોગ સાધતાં આ ભય સત્ય પડ્યું અને આપણે યોગભ્રષ્ટ થયા તો ?


  1. ૧. સમુદ્ર નવાં પાણીથી સર્વદા ભરાતો ભરાતો પણ અચલ પ્રતિષ્ઠાવાળોર્‌હે છે તેમાં જેમ આ પાણી લઈ જનારી નદીઓ સમાય છે, તેમ સર્વકામજેમાં પ્રવેશ કરી સમાય છે તે શાન્તિને પામે છે; કામનો કામી તે શાન્તિપાળતો નથી.
  2. ૨. સર્વ કામનો ત્યાગ કરી, સ્પૃહા વિના, મમતા વિના, અને અંહકારવિના જે પુરૂષ એના જ વિષયોને પ્રારબ્ધ ભોગથી ચરે છે તે શાન્તિનેપામે છે ( ગીતા ).