આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૮

કે જ્યારે વિહારમઠના અધિષ્ઠાતા અને ત્રણે મઠના મહન્તનો અધિકાર એક જ સમર્થ પુરૂષની પાસે હતેા.

વિષ્ણુ૦– પણ બેમાં વધારે પુણ્યકાર્ય શું ?

જ્ઞાન૦– મહન્તને સ્થાને બેસવાને પ્રસંગે પરિવ્રજિત હોય અને ત્યાર પ્હેલાંના સર્વ અનુભવમાં સિદ્ધ હોય તેનો જ અધિકાર પુણ્ય. તેવો અધિકારી ન મળે તો મધ્યમ પક્ષે મ્હારા જેવાનો અધિકાર.

વિહાર૦- જી મહારાજ, આપનાં સંસિદ્ધ વિચારમાં નવીનચંદ્રજીથી જ સર્વ મઠને કલ્યાણ થઈ શકશે ને મ્હારા વિચારમાં પણ તેમ જ છે તો તેઓ વિહારી હશે કે ત્યાગી હશે તે વિચાર ઉપેક્ષા કરવા જેવો છે, તેમનામાં બુદ્ધિ, રસ અને જ્ઞાન અપૂર્વ છે.

વિષ્ણુ૦– જો તેમ જ છે તે વિચાર દુર્ધટ નથી અને મ્હારા મનનાં કારણ કાર્ય સાંભળો. જયોતિઃશાસ્ત્રને અનેક રીતે વિચારતાં નવીનચન્દ્રને કોઈ મહાન ત્યાગનો યોગ છે અને યદુશૃંગને તેનાથી મહાન્ લાભનો યોગ છે. તેમનો સર્વ સાધુઓને જે જે અનુભવ થાય છે તે જયોતિઃશાસ્ત્રના ઉદ્ગાને પુષ્ટિ આપે છે. પણ વિહારપુરી એ પુરુષના ઉંડા મર્મસ્થાનમાં કંઈક દુઃખ દેખે છે અને દુઃખ હોય તો તે વાસનાજન્ય હોવું જેઈએ. સ્ત્રીવિષયમાં પણ આ પુરુષને અપૂર્વ ત્યાગનો યોગ છે અને જો એમનું દુઃખ તત્સંબંધિની વાસનાથી હોય તો પણ એ વાસના અગ્નિપરના જળ પેઠે સ્વતઃ નષ્ટ થશે, અને ચન્દ્રાવલીમૈયાની સૂચનાના પ્રયોગમાં મને કાંઈ ભીતિ લાગતી નથી. આપણા સાધુજનો, દિવસે એકાન્તમાં પણ અન્ય સાધુજનોના શ્રવણપથથી દૂર રહી તેમના નયનપથમાં રહીને જ, પરિશીલન અને સંવનન કરે છે. પણ ચંદ્રાવલીની સૂચના સત્ય હોય તો આમાં તો તે ઉભય વિધિ સમાપ્ત થઈ ગયા છે અને આપણે માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી ર્‌હે છે કે, દમ્પતી, વિહારમઠનો વાસ સ્વીકારે એમ ક્‌હેવું કે નહી તે તો એ બે જણ મળે ને નિશ્ચય કરે તે ખરો. પણ એ મેળાપ અને નિશ્ચયને માટે પ્રસંગ આપવા વિહારમઠ વિના બીજા સ્થાનની આવશ્યકતા છે.

વિહાર૦- એ વિચાર તો આપે સૂક્ષ્મ અને સત્ય જ કર્યો.

વિષ્ણુ૦- એ બીજું સ્થાન તો ચિરંજીવશૃંગ જ ઉચિત છે. નવીનચંદ્રજીને દેહાન્તરિત અનેક જન્મસિદ્ધિઓ અનેકધા પરિપાક પમાડે છે તે સ્પષ્ટ છે અને એટલી સિદ્ધિથી સિદ્ધ થયલાને ચિરંજીવશૃંગ ઉપર સિદ્ધ