આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૮


સર૦– શુદ્ધ સિદ્ધાંગનાઓએ કરેલી પ્રેરણાથી અને તેમણે જ આપેલી શક્તિથી અમારાં ગમન અને સહન બને છે. અમને અમારી કોઈ પણ વાસનાને બળે અંહી આવ્યાનું ભાન નથી.

નાગ– તમે સાત્ત્વિક સત્ત્વોની શક્તિથી સુરક્ષિત હો નહી તો અમારા વિષશ્વાસને બળે ઉપરના રાફડાઓમાં પ્હોચી ગયાં હત. તમને વાસના હત તો અમારા વિષદંશ તમને લાગી ગયા હત. તેમ થયું નથી માટે તમારા વાક્યમાં સત્ય હોવું જોઈએ.

સર૦– અમને વાસનાઓ નથી એમ નથી પણ તે વાસનાએાએ અમને આ સ્થાનમાં પ્રેર્યાં નથી.

નાગ૦– તો તમારી વાસનાએાને દર્શાવી દ્યો.

સર૦– અમારી વાસના આ પ્રદેશમાં જે જે જાણવા યોગ્ય હોય તે જાણવા - જોવા – ની છે અને તેમાં તમારી અવસ્થા, તમારી શક્તિ, ને તમારાં કારણકાર્ય જાણવાની વાસના છે.

નાગલેાક ખળભળી ઉઠ્યો.

“ શા માટે ? શા માટે ? ” એમ સર્વત્ર ધ્વનિ સંભળાયો.

સર૦– ઉપરથી અંહી નીચે સુધી શુદ્ધ તેજના ભુંગળામાં થઈને આવતાં આ મહાન્ દ્વીપમાં અનેક ચીરાઓ ને ફાટો પડેલી અમે જોઈ એ દીપના હજાતો કટકા થઈ બંધાયલા ઉંચા સ્તમ્ભ જોયા, અને તેમાંના જન્તુઓના અધર્મ પણ જોયા. આ સર્વ તમારે શિર દેખીયે છીયે અને એ અધર્મનાં મૂળને તમે બાઝી રહ્યા છો તો તમને એળખવા એ મ્હારો ધર્મ છે.

આટલું વચન નીકળતાં ફરી સર્પમાત્રના મુખમાંથી સુસવાટા અને ઝેરી ફુંકો નીકળવા લાગ્યાં અને આખા ભોંયરામાં ચારે પાસ ઉભરાતા દોડતા સર્પો સળવળવા લાગ્યા. સામે ઉભેલો નાગ તો ઉભો હતો તેમ જ રહ્યો – માત્ર તેની બે જીભો મુખબ્હાર નીકળી પોતાના ઓઠ ચાટવા લાગી, મુછના વાળ ઉંચા ઉભા થયા, ને તેમાંથી અગ્નિના તનખા ઝરવા લાગ્યા. ચારે પાસ લીલાંપીળાં ઝેર વધી રહ્યાં તેની મધ્યે ઉભેલાં અા પ્રાણીને મહાનાગ ક્‌હેવા લાગ્યો.

નાગ૦- અમ નાગલોકના દોષ જાણવાની છાતી ચલાવનાર માનવી ! અમે ત્હારા દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોનાં પ્રતિબિમ્બ છીયે. લોકચર્ચાના પંડિતો, ત્રિકાળના વિચારથી લોકવ્યવસ્થાની રૂઢિઓની