આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૮


નવું સ્વાસ્થ્ય આપણે અનુભવીએ છીયે તે પણ આ ગિરિરાજનો જ મહિમા સમજવો. તીર્થોમાં તેમ ક્ષેત્રવિશેષોમાં તેનાં સૌંદર્યથી, શાન્તિથી, ભવ્યતાથી, અને એવાં અનેક કારણોથી કંઈક એવી શક્તિવાળો સૂક્ષ્મ પવન વહન કરે છે કે તેનાથી આપણાસ્થૂલ અને સૂક્ષ્મ ભાગોમાં-જડ અને ચેતન અવયવોમાં – નવીન પવિત્રતા, બુદ્ધિ, અને સ્વસ્થતા ઝરાના પાણી પેઠે, ફુવારા પેઠે, સ્ફુરી આવે છે.

કુમુદ૦– એ તો સત્ય હશે, મ્હારી પોતાની બુદ્ધિને પણ કંઈક આવો જ લાભ મળ્યો લાગે છે.

સર૦– તે વિચારો–પ્રસંગ મળ્યે સમજાવું છું કે મ્હારા અનેક નિર્ધન વિદ્વાન મિત્રોને મુંબાઈ જેવી ઘટ વસ્તીમાં બારે માસ ભરાઈ ર્‌હેવું પડે છે અને ઈંગ્રેજોની પેઠે આવાં સ્થાનમાં આવી આરોગ્ય અને સ્વાસ્થ્ય પામવાને તેમની પાસે નથી દ્રવ્ય અને નથી અવકાશ – એટલો વિચાર થતાં મને કેવું દુ:ખ થવું જેઈએ ? આ ગિરિરાજના દર્શનથી મને એક લાભ તો આ દુઃખનો થયો છે.

કુમુદ૦– આપના ઉદાર દેશવત્સલ હૃદયને એ દુઃખ તો ખરું, પણ એ દુ:ખના લાભને લાભ કેમ ગણો છો ?

સર૦– કેમ ગણું છું ? મુંબાઈ હતા ત્યારે સુઝતું ન હતું કે મ્હારા આટલા બધા દ્રવ્યનો ઉપયોગ શેમાં કરવો ને આ ગિરિરાજે ને આ પોટકામાંના પત્રોએ આ નવી બુદ્ધિ આપી ને એમ હવે સમજું છું કે બીજું કંઈ ન થાય તે મ્હારા એ વિદ્વાનોને માટે આ દ્રવ્ય ખરચી તેમને આવા ગિરિરાજ ઉપર રાખું ને તેમનાં આરોગ્ય ને બુદ્ધિઓ વધારું !

કુમુદ૦– શ્રીકૃષ્ણના હૃદયમાં તેમના ભક્તો અને વિપ્રો હતા તેમ આપના હૃદયમાં આ વિદ્વાનો છે.

સર૦– એમ જ, આપણા દેશનું અને દેશમાંના લોકનું કલ્યાણ કરવાની શક્તિ આજ બે વર્ગમાં છે. પ્રથમ છે ઈંગ્રેજોમાં અને પછી છે આ વિદ્વાનોમાં.

કુમુદ૦– ઈંગ્રેજોમાં તો શક્તિ ખરી.

સર૦– ને વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ કરવાની શક્તિ પામે તો તેમનામાં પણ દેશસેવાની શક્તિ સ્ફુરે. તેમના ઈંગ્રેજોના પરસ્પર સંમેલનથી, પરસ્પરાનુકૂલ પ્રવૃત્તિથી, અને પરસ્પર પ્રેમબન્ધનથી, આ શક્તિ ઉભયમાં વિકાસ પામશે ત્યારે આખા આર્યદેશની