આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૩


નથી હું પૂતના, ના જ કૃષ્ણ એ,
ક્યમ જ દુષ્ટ એ જીવને હરે?”

કુо-“ દીકરી, ડાહી તું; ધારની ક્ષમા;

કંઈક કર્મના યોગ એ થયા.
ગતિ પ્રભુ તણી કંઈ કળાય ના;
દ્વિજ જીવે પીતો સ્તન્ય તુજ આ !
ગતિ જ સૂક્ષ્મ એ અંતરાત્મની,
પ્રકટ થાતી જ્યાં પાકતી ઘડી;
સમય પાકતો, ધર્મ પાકતો,
નરહરિ[૧] થતો પાકી ને છતો !
દીકરી, ડાહી તું, ધૈર્ય ધારની !
પ્રભુ સમીપ તે, દૃષ્ટિ નાંખની !
યુગ ગયા, ગયા કલ્પ કોટિ કંઈ
પ્રભુની દૃષ્ટિ તો છે જ જે હતી !”

અશ્વત્ત્થામા ઉત્તરાનો વેશ લેઈ આમના ખાટલા ઉપર બેઠો ને કપિની નિન્દા ગાવા લાગ્યો.

કહું છું રોઈને ઓ પિતામહી!
સ્વજન આ કપિને ગણો નહી.
કપિ અને હરિ મુજ કાંતને
મુકી રણે ગયા, લેઈ પાર્થને;
હૃદયના ઋજુ[૨] પાર્થનો લઈ.
રથ,ગયા કંઈ માયી[૩] બે હરિ !
કપટજાળ તો કૌરવે રચ્યું !
હતું અજાણ્યું શું વિશ્વનાથનું?
કયમ જ નાથને એકલા મુકી,
“સમય સાધીને, એ ગયા સુધી[૪]?

  1. ૧. નરસિંહ, નૃસિંહ, વિષ્ણુ.
  2. ર. ભેાળા.
  3. ૩.માયી એટલે માયાવી, કપટી હરિ શબ્દના બે અર્થ થાય છે, વાનર અને કૃષ્ણ. અભિમન્યુને યુદ્ધ કરવું પડયું તે પ્‍હેલાં હરિ એટલે કૃષ્ણ સારથિ અને હરિ એટલે ધ્વજ ઉપરનો કપિ, એમ બે હરિ અર્જુનના રથને કુરૂક્ષેત્રમાંથી અન્ય કાર્યને માટે લેઈ ગયા.
  4. ૪. સુધી એટલે સુબુદ્ધિવાળા.