આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૬

તે મ્હારા પિતાની લક્ષ્મીથી કાંઈક સહજ અંશે વધ્યું - એ કાકતાલીય થયું. તે પછી મ્હેં એ કલ્પનાને કાતરી નાંખી હાલની કલ્પના કરી છે. તમારે જાણવા જેવી ગણી તમને જણાવી છે, બીજી નિષ્ફળ છે.

કુમુદ૦– તે નિષ્ફળ હો. તો પણ સ્ત્રીજાતિની સ્વાભાવિક જિજ્ઞાસા મને ઉશ્કેરે છે તેથી પુછું છું ને ક્‌હો.

સર૦– ભલે તો સાંભળો. પરાયાને જેમાં હાસ્યરસ લાગે તેમાં પ્રીતિના હૃદયને અદભુતરસ લાગે છે ને તમારું હૃદય મ્હારા હૃદય વિના બીજા પદાર્થને જાણવા ઇચ્છતું નથી તો તમારી વાસના તૃપ્ત કરવી એ મ્હારો રસ–ધર્મ છે, વળી હવે એમ પણ સુઝે છે કે આપણાથી ન બને તો કોઈ વધારે શક્તિવાળાથી બની શકે એવી કથાઓનું કીર્તન પણ નિષ્ફળ નથી - તેમાંથી શક્તિમાન ને સૂચના મળે ને અશક્તિને ઉચ્ચ વિચારનું પગથીયું જડે. કુમુદસુંદરી ! પ્રથમ વિચાર મ્હેં એવો કર્યો કે આપણા ઇંગ્રેજી વિદ્વાનો, સંસ્કૃત શાસ્ત્રીઓ, અને નિરક્ષર કલાવાનોને માટે એક ન્હાનું સરખું સુરગ્રામ જેવું ગામ કલ્યાણગ્રામ ઉભું કરવું. ઇંગ્રેજો જેમ સીમલા, ડાર્જિલીંગ, મહાબળેશ્વર, અને નીલગિરી વગેરે સ્થાનોએ પોતાનાં તનમનને શક્તિ અને ઉત્સાહ આપવા જાય છે એવાં સ્થાનમાં અને ત્યાં ન બને તે સમુદ્રાદિની તીરે કોઈ બહુ આરોગ્ય – પોષક અને ઉત્સાહક સ્થાનમાં આવું ગ્રામ રચવું. તેમાં આ ત્રણે વર્ગને આધિ - વ્યાધિ - ઉપાધિથી મુક્ત રાખી તેમની સ્ત્રીઓ અને બાળક સહિત આયુષ્ય ગાળવાની અનુકૂળતા કરી આપવી, સુંદરગિરિ ઉપર જે ત્રણ મઠની રચના છે એવાં જ ત્રણ રમણીય ભવન એવી જ વ્યવસ્થાથી આ સ્થાનમાં રચવાં. એ ભવનમાં ર્‌હેવાનાં અભિલાષી સ્ત્રીપુરુષોને તેમાં ર્‌હેવાના અધિકારના કાંઈક નિયમ કરવા. ઇંગ્રેજી પાઠશાળાઓની છેલી પરીક્ષામાં તરી આવેલા વિદ્વનો અને પરીક્ષા લેઈ શોધી ક્‌હાડેલા શાસ્ત્રીઓ, વૈદ્યો, અને કારીગરો – એ સર્વમાંથી પ્રતિવર્ષ અમુક સંખ્યાને આ ભવનમાં વાસ આપવો. વિહારભવનમાં દમ્પતીએ વસે, કુમારભવનમાં સ્ત્રીવિનાના પુરુષો, અને સ્ત્રીભવનમાં વિધવાઓ અને – કાળ જતે આ દેશમાં વ્યવસ્થિત થાય તો - કુમારિકાઓ ને પરિવ્રાજિકાઓ વસે.

કુમુદ૦- એમણે ત્યાં વસીને શું કરવું ?

સર૦– વિદ્વાનોએ ને શાસ્ત્રીઓએ પોતાનાં સર્વે આયુષ્ય આ ભવનમાં ગાળવાં, તે કાળમાં એક પાસથી તેમણે આપણાં વેદ, વેદાંગ, શાસ્ત્રો, સાહિત્ય, પુરાણો, ધર્મો, આચારો, અને બીજી જેજે અક્ષરરૂપે કે