આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૯

ને ઉત્સાહથી વેલા પેઠે વધવાને માટે વૃક્ષના જેવો જ આશ્રય આ સ્થાનમાં આપવો. આ સ્થાન આપણા કેવળ વિદ્યાર્થીઓ માટે નહી, પણ શાસ્ત્રોના પાયા બાંધનાર અને લોક વ્યવસ્થાનો રથ રચનાર વિદ્ધાનોને માટે જ સમજવું.

“એ વિદ્વાનોને આપણે આ ભવનમાં સુન્દરગિરિના ત્રણ મઠોની વ્યવસ્થાથી રાખી તેમને, જીવતા સુધી જઠરાગ્નિને માટે ને વિદ્યાને માટે દ્રવ્ય કમાવાની ને કુટુમ્બ પોષણની અને કુટુમ્બકલેશની, ચિન્તામાંથી મુક્ત રાખવા, આટલાથી આર્ય દ્વિજલોકના જેવાં સંતોષ અને ધૈર્ય જેને હોય નહી તેને માટે આ ગામ નથી વસાવવું. असंतुष्टा द्विजा नष्टाः ।; આ વાસમાં આવા સંતોષથી આવાસ શોધે તે આપણો દ્વિજ ! તેને, તેની સ્ત્રીને, અને તેનાં બાળક સંસારમાં પડે ત્યાં સુધી તેમને, માટે, આ ગામમાં ગૃહ-રચના રાખવી, ભોજન અને વસ્ત્રની વ્યવસ્થા રાખવી, વ્યાયામસ્થાન, વિશ્રાન્તિ–સ્થાન, વિનેદિસ્થાન, શયનસ્થાન, અને સમાગમ-સ્થાન, તેમની સર્વની ઉન્નતિને માટે, નિયમસર રાખવાં. તેમનાં માતાપિતા વૃદ્ધ કે અશક્ત હોય ને બ્હાર ર્‌હેતાં હોય ત્યારે તેમનાં ભેાજન ઐાષધાદિકસેવાની વ્યવરથા સારુ યોગ્ય દ્રવ્ય આપવું ને શરીરસેવાને માટે પુત્રાદિકની તેમને આવશ્યકતા હોય તો તેટલો કાળ આ આપણા ગામના રોગાશ્રમમાં આવી ર્‌હે; આપણું માણસ તેમની સેવા કરે, ને આ આશ્રમમાં વસતાં તેમનાં બાળક તેમની પાસે કાળક્ષેપ વિના જતાં આવતાં ર્‌હે. આ અંહી ર્‌હેનાર વિદ્ધાનો અને તેમનાં સ્ત્રીપુત્રાદિક વ્યાધિગ્રસ્ત થાય તો તેમણે પણ એ જ રોગાશ્રમમાં ર્‌હેવું, તેમનાં બાળકને વિદ્યાદાન પણ, વિદ્વાન જીવતા સુધી અને તે પછી બાળક મ્હોટાં થતાં સુધી, અમુક મર્યાદામાં આ સ્થાનમાં જ અપાય. જ્ઞાતિનિયમ ભોજનાદિકમાં આ આશ્રમમાં પળાય પણ તે વિના બ્હારની સૃષ્ટિથી આ વિદ્વાનો સકુટુમ્બ દૂર ર્‌હે. માત્ર વર્ષમાં અમુક માસસુધી પોતાના અવલોકન માટે ને લોકના બોધ, દૃષ્ટાંત, અને કલ્યાણને માટે આખા ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રદેશોમાં તેઓ પરિવ્રજ્યા કરી આવે. એ કાળમાં બ્હારની સૃષ્ટિ સાથે યથેચ્છ પણ અનિન્ધ વ્યવહાર રાખે. તેમનાં બાળક યોગ્ય વયનાં થઈ સંમતિ આપે ત્યાં સુધી તેમને અંહીના આશ્રમીએ વિવાહમાં યોજે નહી તો તે બાળકોનાં લગ્નને માટે તેમના વેતનમાં જન્મપર્યંત વધારા કરવા.

“આ વિદ્વાનો, શાસ્ત્રીઓ, ને કારીગરોને આટલા સ્વાર્પણથી આ