આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૨

ગુણ૦– મોહનીમૈયા, ચિરંજીવશૃંગ ઉપર કુમુદ નવીનચંદ્ર જોડે કેવી જાતના સંસર્ગથી રહી હતી ?

મોહની૦– અન્ય જનથી તો તે ગોપ્ય જ હોવું જોઈએ. પણ તમે તેની જનની છો ને ચંદ્રાવલી ખરા સમાચાર જાણતાં હશે તો તમને આ વાત ક્‌હેશે.

ગુણ૦– કુમુદને તમારે ત્યાં ર્‌હેવાનું ઠરે તો ક્યાં રાખશો ?

મેાહની૦– વિહારમઠમાં નવીનચંદ્રજી જશે તો તેની સાથે, ત્યાં નવીનચંદ્રજી નહી જાય તો મધુરીમૈયા મ્હારી સાથે પરિવ્રાજિકામઠમાં ર્‌હેશે, અને ગુરુજી અન્યત્ર વાસ આપશે તો ત્યાં જશે, પણ જ્યાં જશે ત્યાં સુંદરગિરિની છાયામાં ર્‌હેશે.

ગુણ૦– જ્યાં સુધી અમે આ સ્થાનથી રત્નનગરી જઈએ ત્યાં સુધી અને અમને અવશ્ય લાગે તો તે પછી કુમુદનું નામ અને તેનો અમારો સંબંધ ગુપ્ત રાખવાનું બનશે ? તમે જેને પુણ્ય સમાગમ ક્‌હો છો તેને અમે અધોગતિ કહીયે છીયે તે વસ્તુ કુમુદ પામી હોય તો તેને પણ ગુપ્ત રાખી શકશો ?

મોહની૦– એનો પૂર્વાશ્રમ પ્રકટ ન કરવો એ તો અમારો ધર્મ જ છે. એનો સમાગમ જાતે સર્વને પ્રત્યક્ષ થશે તો અમે તટસ્થ રહીશું ને પરેાક્ષ ર્‌હેશે તો અમે પ્રકટ નહીં કરીયે. તેને ઉન્નતિરૂપ ગણવો કે અધોગતિરૂપ ગણવો એ તો હૃદય હૃદયનો પોતાનો જેવો અધિકાર.

ગુણ૦– એટલું બહુ છે, તેટલું ગુપ્ત રાખજો ને તમે જઈને એને મોકલો.

મોહની૦– અમારા અધિકારના ઉલ્લેખ આપને જોવા છે ?

ગુણ૦- એ જોવા કરતાં ન જોવા સારા છે. કુસુમ, એમાં ત્હારે વાંચવા જેવું નથી – જે હોય તે એમને આપી દે.

કુસુમ આપતી આપતી વાંચતી રહી નહી ને મ્હોટેથી વાંચતી વાંચતી એક પછી એક પત્ર આપતી ગઈ.

“These anchorites live an innocent, free, unalloyed holy and refined life which is quite anomalous, not only in this province, but in the whole of modern India. Probably they are a relic of some very ancient stage of the glorious days of Indian civilization. The Chiefs of this State have always not only extended to them