આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સરદાર વલ્લભભાઈ


આવ્યાં છે. શિક્ષકોને પણ નક્કી કરેલા દર મુજબ પગાર આપવામાં આવ્યા છે, શાળાઓ મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવતી, મુલાકાતીઓ મુલાકાતથીમાં જે નોંધ કરતા તેની નકલ સ્કૂલ્સ કમિટીની ઑફિસમાં મોકલવામાં આવતી અને ત્યાં તેની ફાઈલ રહેતી. આ ઉપરથી જજે ઠરાવ્યું કે નંબર ૨ નો તથા શિક્ષકો માટેના ધારાનો બિલકુલ ભંગ થયો નથી.

નિયમ નં. ૩ પ્રમાણે કેળવણી ખાતાના નિરીક્ષકોને શાળાની પરીક્ષાઓ લેવાને તથા નિરીક્ષણ કરવાનો અધિકાર છે એ મ્યુનિસિપાલિટિએ ન કરવા દીધું, તે બાબતમાં જજે ઠરાવ્યું કે :

“તેનો ભંગ તેણે કર્યો છે એ સ્પષ્ટ છે. સરકારી નિરીક્ષકોને પરીક્ષા ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું એ મ્યુનિસિપાલિટીનું કૃત્ય ગેરકાયદે હતું, પણ તેથી શાળાઓ ચલાવવાનું તેમનું કૃત્ય તેમના અધિકાર બહારનું ઠરતું નથી. શાળાઓ ચલાવવાની તો કાયદાએ જ તેમના ઉપર ફરજ નાખેલી છે, ખર્ચની એકે એક વિગત બજેટમાં પાસ કરાવીને, ચોગ્ય અધિકારીની મંજૂરી મેળવીને તેમણે કરેલી છે. એટલે શાળાઓ ચલાવવાનું તેમનું કામ તો કાયદેસર જ હતું. માત્ર એ કાયદેસર કામને અમલમાં મૂકતાં તેમણે એક ગેરકાયદે કૃત્ય કર્યું. પણ તેથી પેલા કાયદેસર કામ પાછળ ખર્ચેલાં નાણાં પોતાના અધિકારની બહાર અને ખેાટી રીતે ખર્ચેલાં છે એમ ન ગણાય.”

આ નિર્ણયના સમર્થનમાં પોતાનાં કારણો આપતાં જજ જણાવે છે કે :

“આપણે મ્યુનિસિપલ ઍક્ટનું પૃથક્કરણ કરીએ તો જણાય છે કે કાયદાની મૂળ કલમેામાં તેમ જ તેની રૂએ ઘડવામાં આવેલા નિયમોમાં કારોબારી અમલદારોએ કેવી રીતે અંકુશ રાખવા તેની વિવિધ પદ્ધતિઓ તેમાં દર્શાવેલી છે તથા મ્યુનિસિપલ નોકરોએ પોતાની ફરજ કેવી રીતે બજાવવી તેની સૂચનાઓ પણ આપેલી છે. આમ ઍક્ટની કલમ ૧૭૩ પ્રમાણે કલેક્ટરને સત્તા આપેલી છે કે મ્યુનિસિપાલિટીનું કાંઈ પણ કામ ચાલતું હોય ત્યાં જઈને તેનું નિરીક્ષણ તે કરી શકે. હવે દાખલા તરીકે ધારો કે જનરલ બોર્ડના ઠરાવથી વૉટરવર્ક્સના કંપાઉન્ડમાં દાખલ થતાં અને તેનું નિરીક્ષણ કરતાં કલેક્ટરને રોકવામાં આવ્યા, તો શું વૉટરવર્ક્સ ઉપર કરવામાં આવતું તમામ ખર્ચ મ્યુનિસિપલ ફંડનો ખોટી રીતે કરેલો ઉપયોગ (misapplication) ગણાશે? તે જ રીતે શાળાઓ ઉપર અંકુશ રાખવાના જે નિયમો ઘડેલા છે તેમાં બીજા નંબરનો નિયમ કહે છે કે મ્યુનિસિપલ શિક્ષકોને ઠરાવેલા દર પ્રમાણે પગાર આપવા જોઈએ. હવે નાણાંની તંગીને લીધે કોઈ મ્યુનિસિપાલિટી પોતાના શિક્ષકોને ઠરાવેલા દર કરતાં ઓછો પગાર આપી શકે - અને એવું તો ઘણીયે મ્યુનિસિપાલિટીઓમાં બને છે એ સૌ જાણે છે — તો શું તેના કાઉન્સિલર ફંડના ગેરઉપયોગ માટે જવાબદાર ગણાશે ? બીજો દાખલો લઈએ. ગુજરાતી શિક્ષકો માટેના ધારાના