આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સરદાર વલ્લભભાઈ


નીકળેલા ધાડપાડુઓની સાથે તેમને સરખાવ્યા છે, તેમાં જરાય વધારેપડતી ભાષા તેમણે નથી વાપરી એમ અમે આંખે જોયું. એક ઠેકાણે એક ઘરવાળા પાસે ચૌદ આનાનો કર લેવાના હતા. ત્યાં જપ્તી કરનાર નોકરો ઉપરાંત મોટી વાંસની ડાંગવાળા બાર પોલીસ સિપાઈઓ, તેના માથા ઉપર એક રિવૉલ્વરવાળો ફોજદાર અને તેમના રક્ષણ તળે ઊભા રહેલા મામલતદારને મેં જોયા. બીજું એવું જ એક ટોળું લઈ ને ડેપ્યુટી પાલીસ સુપરિન્ટેન્ડેન્ટ ફરતા હતા. ત્રીજે ઠેકાણે એક ટોળું ઊભું હતું તેનો નાયક એક પઠાણ હતો એમ કહું તો ચાલે, કારણ કે લાઠીવાળા સિપાઈઓને વળી પઠાણની પણ જરૂર પડી એટલે તેમનો રક્ષક જ તે પઠાણ હતો એમ કહેવાય ના ? એક છોકરો આ ધાડાને જોઈ વંદેમાતરમ્ બોલ્યો. તેને પકડીને પોલીસચોકીમાં પૂર્યો. અમે ત્યાં જઈ ચડ્યા છીએ એ જોઈને જ કદાચ એકાદ કલાક પછી તેને છોડી દીધો !

“મ્યુનિસિપલ કાયદામાં ક્યાંયે આવી ચડાઈને માટે ઠરાવ કરવામાં આવેલો હું જોતો નથી. તેમાં તો સાફ લખેલું છે કે, ‘વસૂલ કરવાના કરની રકમથી જપ્તી બહુ વધારે ન હોવી જોઈએ, એટલે કે જે મિલકત જપ્ત કરવામાં આવે તેની કિંમત બને ત્યાં સુધી વસૂલ કરવાની રકમના જેટલી હોવી જોઈએ.’ ચાલુ જપ્તીઓમાં આ કલમને નેવે મૂકવામાં આવી છે. આજે જ નડિયાદ મ્યુનિસિપલ પ્રમુખની સહીવાળું જાહેરનામું મળ્યું છે તેણે તો છચોક આ શરત ઉડાવી દીધી છે. તેમાં લખે છે કે:

“‘કેટલાક માણસો જપ્તીમાં ભંગારનાં વાસણો અને નજીવી કિંમતનો માલ આપે છે. પરંતુ તેથી પૂરતી રકમ આવવા સંભવ નથી. વાસ્તે આયંદે એક જપ્તી દીઠ રૂપિયા દસથી ઓછી કિંમતનો માલ જપ્તીમાં લેવામાં આવશે નહીં તે જાણવું.’

“નડિયાદની ગ્રામસમિતિ દરરોજ થતા બેકાયદાપણાની ટીપ બહાર પાડે છે. તેમાં લોકોએ પોતે જ પોતાની સહી સાથે આપેલાં બયાન રજૂ કરે છે. એક ઠેકાણે મામલતદાર સમજાવે છે કે :

“‘તમારા ભાઈ ડાહ્યાભાઈને સમજાવી મ્યુનિસિપલ વેરો ભરાવી દો તો હું તમારો ઇન્કમટૅક્સ ઓછો કરીશ. લોકોની વાદે શા સારુ ચડો છો ? આમ સ્વરાજ મળવાનું નથી. તમે લોકો કર નહી ભરો તો કાબૂલી લોકોને લાવી તેમને કન્ટ્રાક્ટ આપીશું. એટલે એ લોકો તમારી પાસેથી સતાવીને નાણાં લેશે.”
“બીજા એક ભાઈ લખે છે: ‘હું હેઠળ ઊતરતો હતો એટલામાં બે પોલીસવાળા અને મામલતદાર સાહેબ આવ્યા. તેમણે મને દાદર પરથી ઊતરતો જોઈ પેાલીસવાળા પાસે મારા બે હાથ પકડાવ્યા, અને મોઢું અને ગળું દબાવરાવ્યું અને મારા ગળામાંથી સોનાની બગલદાણાની સાંકળી તથા સોનાનો અછોડો બળાત્કારે કાઢી લીધાં, અને હાથની પહોંચી કાઢવા પ્રયન કરતા હતા. પરંતુ હું બહાર બૂમો પાડતો